એકનાથ શિંદે સાથે ક્રેડિટ લેવાની કોઈ સ્પર્ધા નથી

01 May, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-પુણે મિસિંગ લિન્ક માટે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી...

ફાઇલ તસવીર

મુંબઈ-પુણે એક્સપ્રેસવેની મિસિંગ લિન્કનું આજે ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ મિસિંગ લિન્ક બનાવવાની ક્રેડિટ લેવાના મુદ્દે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ સંદર્ભે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ‘શ્રેય લેવાની બાબતે કે ક્રેડિટ લેવાની બાબતે અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. અમે એકનાથ શિંદે સાથે ઇન્ફ્રા ફૅમિલીમાં છીએ. વિકાસનાં કામનું શ્રેય બધાનું હોય છે. અમારી સરકારે શરૂ કરેલા પ્રોજેક્ટ અમારી સરકાર દરમ્યાન પૂરા થઈ રહ્યા છે. અમારી વચ્ચે ક્રેડિટ લેવા માટે કોઈ કારણ નથી. કાર્યકરોમાં સીમિત બુદ્ધિ હોય છે. અમે ઇન્ફ્રા ફૅમિલી છીએ એટલે વિકાસકાર્યો કરવામાં અમને રસ છે. અમે અમારા ટાર્ગેટ માટે ઑન ટ્રૅક છીએ. આવતાં વર્ષોમાં મહારાષ્ટ્રની પ્રગતિ એટલી થશે કે દેશનું કોઈ પણ રાજ્ય એની સરખામણી નહીં કરી શકે. આવતાં વર્ષોમાં મહારાષ્ટ્ર હવે યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને સિંગાપોરને પણ પાછળ મૂકી દેશે.’

western express highway pune news pune mumbai eknath shinde devendra fadnavis mumbai news