Mumbai Politics: "શિંદેનું અસ્તિત્વ ખતમ થઈ જશે..." BJP નેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો

27 January, 2026 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai Politics: રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટીના નેતા ગણેશ નાઇકે ગઇકાલે એવી ટિપ્પણી કરી છે કે તેણે આખા રાજ્યમાં બબાલ ઊભી કરી નાખી છે. ગણેશ નાઇકે કહ્યું હતું કે કોઈ પણ ગઢ કોઈનો હોતો નથી.

એકનાથ શિંદે અને ગણેશ સરનાઇક

મહારાષ્ટ્રના રાજકારણ (Mumbai Politics)માં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. વાત જ કંઇક એવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ લીધા વગર ભારતીય જનતા પાર્ટીના નેતા ગણેશ નાઇકે ગઇકાલે એવી ટિપ્પણી કરી છે કે તેણે આખા રાજ્યમાં બબાલ ઊભી કરી નાખી છે. 

બીજેપીના નેતા ગણેશ નાઇકે કહ્યું હતું કે જો બીજેપી નેતૃત્વ તેઓને મનમાની કરવાની છૂટ આપે તો શિવસેના પ્રમુખનું રાજનૈતિક અસ્તિત્વ સંપૂર્ણ રીતે મટી શકે છે. આ નિવેદન તેમના લાંબા સમયના પ્રતિસ્પર્ધી શિંદેની (Mumbai Politics) તરફ એક ઈશારો હતો. 

જોકે આ વિવાદિત નિવેદન બાદ શિવસેના નેતા અને રાજ્યના સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટે કહ્યું કે આજે ભાજપ એટલે સત્તામાં છે કેમકે શિંદેએ બળવો કર્યો હતો. આ સાથે જ શિરસાટે છત્રપતિ સંભાજીનગરમાં ગણેશ નાઇક પર નિશાન તાકતાં કહ્યું હતું કે કોણ શિંદેને ખતમ કરવાની વાત કરી રહ્યું છે? એ કંઇ નવી મુંબઈની ટેકરીઓ કે રેતી નથી કે તેને ખતમ કરી શકાય. અમે એ છીએ જેઓ સાહસ સાથે ઊભા છીએ. શિંદેને (Mumbai Politics) કોઈપણ રીતે ઓછા ન આંકી શકાય.

શિંદેનો ગઢ ગણાતા થાણેના ગણેશ મંડળની મુલાકાત દરમિયાન ભાજપના નેતા ગણેશ નાઇકે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો ભાજપ મંજૂરી આપશે તો તેમનું (શિંદે) નામ અને અસ્તિત્વ જ ખતમ કરાશે. હું આજે આ વાતનું પુનરાવર્તન કરી રહ્યો છું. નાઇકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ એક શિસ્તબદ્ધ પક્ષ છે. એકવાર અમને ઓર્ડર મળી જાય, અમે તેનું પાલન કરીએ છીએ.  જ્યારે અમારું મન સહમત ન હોય ત્યારે પણ અમારા કાર્યકર્તાઓએ પક્ષની શિસ્તને કારણે તેને સહન કર્યું છે અને ચૂપ રહ્યા છીએ"

મ્યુનિસિપલ ઇલેક્શન બાબતે શું કહ્યું નાઇકે?

થાણે પર શિવસેનાના નિયંત્રણના દાવાનો ઉલ્લેખ કરીને ગણેશ નાઇકે કહ્યું હતું કે કોઈ પણ ગઢ કોઈનો હોતો નથી. જ્યારે હું બીજી પાર્ટી (Mumbai Politics)માં હતો, ત્યારે મારી પાસે નવી મુંબઈ અને મીરા-ભાયંદરમાં મેયર હતા. થાણે હાથમાં આવતાં આવતાં સરકી ગયું. પરંતુ અમે જિલ્લા બૅન્ક અને જિલ્લા પરિષદ જીત્યા.  તેઓએ આગળ કહ્યું કે નેતાઓને સાંસદ અને ધારાસભ્ય જેવા હોદ્દા મળતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પરિષદો કાર્યકર્તાઓની હોય છે.  દરેક વ્યક્તિએ અલગથી ચૂંટણી લડવી જોઈએ. પરિણામો બાદ જે પક્ષ પાસે વધુ કાઉન્સિલરો છે તેને મેયરનું પદ મળવું જોઈએ અને અન્ય પક્ષોએ તેનું સમર્થન કરવું જોઈએ. જોકે આ તેમનો પોતાનો અંગત મત છે એમ પણ તેઓએ સ્પષ્ટ કહ્યું હતું.

શિંદેજૂથ દ્વારા શું પ્રતિક્રિયા અપાઈ રહી છે?

ગણેશ નાઇકના આ નિવેદન બાદ શિંદેજૂથમાં ઉહાપોહ (Mumbai Politics) મચી ગયો છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇક કહે છે કે, "કોઈ ગમે તેટલું બોલે, એકનાથ શિંદે મજબૂત છે. થાણે એ શિવસેનાનો જ ગઢ છે. શિંદે અને શ્રીકાંત શિંદેએ આ ગઢ વધુ મજબૂત કર્યો છે. વાતો કરવી સરળ છે. શિંદેએ વિધાનસભા અને મ્યુનિસિપલ ઇલેક્શનમાં પોતાના પાવરને સાબિત કરી જ બતાવ્યો છે. શિવસેના રાજ્યનો બીજો સૌથી  મોટો પક્ષ છે"

mumbai news mumbai maharashtra political crisis political news bharatiya janata party shiv sena eknath shinde