કોરોના વાઇરસ સામે લડવા મુંબઈ પોલીસને માસ્ક-સેનિટાઇઝર મળશે

08 March, 2020 08:23 AM IST  |  Mumbai Desk | Vishal Singh

કોરોના વાઇરસ સામે લડવા મુંબઈ પોલીસને માસ્ક-સેનિટાઇઝર મળશે

મુંબઈ પોલીસ હેડક્વૉર્ટર્સ તરફથી કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક પગલારૂપે આ માસ્ક આપવામાં આવ્યા છે.

કોરોના વાઇરસના ભયે રાષ્ટ્રનો જાણે કે ભરડો લીધો છે અને એના નિવારણ માટેનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હંમેશાં ખડેપગે તૈયાર રહેતી મુંબઈ પોલીસને ચેપથી બચવા માટે માસ્ક આપવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલારૂપે મુંબઈ પોલીસને ૬૦૦૦ માસ્ક આપવામાં આવ્યા છે જેમાંથી ૧૦૦૦ શહેરના પાંચ પ્રદેશોને અને બાકીના ૧૦૦૦ નિયમિત રીતે બંદોબસ્તની ફરજ નિભાવતા સ્થાનિક આર્મ્સ વિભાગને આપવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ હેડક્વૉર્ટર્સ તરફથી કોરોના વાઇરસ સામે રક્ષણાત્મક પગલારૂપે આ માસ્ક આપવામાં આવ્યા છે. ગિરદીવાળા વિસ્તારમાં ફરજ નિભાવનારા પોલીસો આ માસ્કનો ઉપયોગ કરશે. મુંબઈ પોલીસ હૉસ્પિટલમાં આ માસ્ક ઉપલબ્ધ છે. ૩૦૦૦ જેટલા માસ્ક વહેંચવાના બાકી છે તેમ જ નાગપાડા પોલીસ હૉસ્પિટલમાં માસ્કનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસ સેનિટાઇઝર્સનો ઑર્ડર મૂકશે તેમ જ આવશ્યક હશે તો વધુ માસ્ક પણ ખરીદવામાં આવશે.

vishal singh coronavirus mumbai mumbai news