09 July, 2024 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાણીમાં વહેતા ટુ-વ્હીલર્સ
રવિવારે મોડી રાતે આવેલા ધોધમાર વરસાદમાં ચેમ્બુરના ટિળકનગરમાં સહ્યાદ્રિ મેદાન સહિત આખું ટિળકનગર જળબંબાકાર થઈ ગયું હતું. આમ તો આ સમસ્યા વર્ષોજૂની છે, પરંતુ થોડા સમય પહેલાં જ ૭૦ વર્ષ જૂની ડ્રેનેજ લાઇન બદલીને નવી સ્ટૉર્મ વૉટર ડ્રેઇન (SWD) નાખવામાં આવી હતી. એને લીધે સ્થાનિક રહેવાસીઓને ચોમાસામાં પાણી નહીં ભરાય એવી માન્યતા હતી, પરંતુ રવિવાર રાતે પડેલા મુશળધાર વરસાદમાં મહાનગરપાલિકાએ લાખો રૂપિયા ખર્ચીને કરેલા નબળા કામની પોલ ખૂલી ગઈ હતી.