21 September, 2013 04:45 AM IST |
રાખી સાવંતનો ભાઈ રાકેશ સાવંત આ ભોજપુરી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે જેનું વસઈમાં નવા જ ખૂલેલા એક સ્ટુડિયોમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મની ઍક્ટ્રેસ સીમા તેનો કૉસ્ચ્યુમ બદલવા ચેન્જિંગ રૂમમાં ગઈ હતી ત્યારે શૂટિંગ જોવા આવેલો અજય તેની પાછળ-પાછળ પહોંચી ગયો હતો અને ચેન્જિંગ રૂમની બારીમાંથી તે કપડાં બદલી રહી હતી એનું મોબાઇલમાં વિડિયો શૂટિંગ કરી MMS બનાવવા માંડ્યો હતો. રાકેશ અને અન્ય કેટલાક ક્રૂ મેમ્બર ત્યાંથી પસાર થતાં તેમણે અનિલ યાદવને છૂપી રીતે શૂટિંગ કરતો જોઈને તેને પકડીને તેની ધુલાઈ કરી વસઈ પોલીસને સોંપ્યો હતો અને તેની સામે NC દાખલ કરી હતી.