Mumbai Crime : પત્નીને બેભાન કરીને કર્યું આ દુષ્કર્મ, કેસ દાખલ

01 September, 2020 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Mumbai Crime : પત્નીને બેભાન કરીને કર્યું આ દુષ્કર્મ, કેસ દાખલ

પ્રતીકાત્મક તસવીર

મુંબઇ (Mumbai)ના અંધેરી (Andheri) વિસ્તારમાં એક વ્યક્તિ વિરુદ્ધ પોતાની પત્ની સાથે અપ્રાકૃતિક યૌન (Unusual Relations) સંબંધ સ્થાપિત કરવા તથા તેને ત્રણ ()Triple Talaq) તલાક આપવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની પત્નીએ કરેલી ફરિયાદ બાદ આ મામલો નોંધ્યો છે. પીડિતાએ આરોપ મૂક્યો છે કે તેના પતિએ તેની સાથે યૌન શોષણ કર્યું છે.

પોલીસને કરેલી ફરિયાદમાં સર્વાઇવરે જણાવ્યું કે તેના લગ્ન આરોપી સાથે 2018માં થયા હતા. આ પહેલા તે બે વાર લગ્ન કરી ચૂક્યો હતો. પોતાની બન્ને પત્નીઓને તેણે ડિવૉર્સ આપી દીધા હતા. મહિલાએ જણાવ્યું કે લગ્ન પછી તે આરોપીએ તેનું યૌન ઉત્પીડન શરૂ કર્યું. તે ઘણીવાર પોર્ન વીડિયો બતાવતો હતો અને જબરદસ્તી તેમ કરવા કહેતો હતો.

યૌન ઉત્પીડનનો આરોપ
મહિલાએ આરોપ મૂક્યો કે લગ્નના થોડા સમય પછી આરોપીએ તેને ફળનું જ્યૂસ આપવાનું શરૂ કરી દીધું. આ પી લીધા પછી તે બેભાન થઈ જતી. પોતાની ફરિયાદમાં સર્વાઇવરે જણાવ્યું કે એક દિવસ તેના આરોપી પતિએ હદ કરી દીધી. તેણે એક એલ્યુમિનિયમના રૉડને તેના પ્રાઇવેટ પાર્ટમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો. તેને કારણે તેને ઘણું લોહી નીકળ્યું અને સારવાર માટે તેણે ડૉક્ટર પાસે જવું પડ્યું.

મહિલાએ પોલીસને જણાવ્યું કે આ બધાં પછી તેના પતિએ તેને ગાળો આપવાનું પણ શરૂ કરી દીધું. સતત તેને ટૉર્ચર કરવા લાગ્યો. પોલીસે આરોપી વ્યક્તિ વિરુદ્ધ અપ્રાકૃતિક યૌન સંબંધ, યૌન ઉત્પીડનન અને ત્રણ તલાક મામલે કેસ દાખલ કર્યો છે.

mumbai mumbai news Crime News sexual crime mumbai crime news andheri