Mumbaiના આ પાર્કમાંથી હટશે ટીપૂ સુલ્તાનનું નામ, ઉદ્ધવ સરકારના નામકરણથી થયો વિવાદ

27 January, 2023 09:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉપનગરીય જિલ્લાના સંરક્ષક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને મલાડ ક્ષેત્રમાં પાર્કને આપવામાં આવેલું નામ ટીપૂ સુલ્તાનનું નામ ખસેડાવાનો આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

Tipu Sultan Park Name ઉપનગરીય જિલ્લાના સંરક્ષક મંત્રી મંગળ પ્રભાત લોઢાએ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને મલાડ ક્ષેત્રમાં પાર્કને આપવામાં આવેલું ટીપૂ સુલ્તાનનું નામ ખસેડવાનો આદેશ આપ્યો છે. પાર્કનું નામ એમવીએ સરકારના કાર્યકળમાં રાખવામાં આવ્યું હતું.

મુંબઈના મલાડ ક્ષેત્રમાં એક પાર્કનું નામ ટીપૂ સુલ્તાનથી બદલાવીને કંઇક બીજું રાખવાનો નિર્ણય લીધો છે. ઉપનગરીય જિલ્લાના સંરક્ષક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને મલાડ ક્ષેત્રમાં પાર્કને આપવામાં આવેલું નામ ટીપૂ સુલ્તાનનું નામ ખસેડાવાનો આદેશ આપ્યો છે. પાર્કનું નામ એમવીએ સરકારના કાર્યકાળમાં રાખવામાં આવ્યું હતું અને ભાજપે આ નામકરણનો વિરોધ કર્યો હતો.

BJPએ અનેકવાર કર્યો હતો વિરોધ
મલાડમાં ઉદ્ધવ સરકાર દરમિયાન પાર્કનું નામ ટીપૂ સુલ્તાન રાખવાને લઈને ભાજપે અનેકવાર વિરોધ વ્યક્ત કર્યો છે. અહીં સુધી કે વિરોધ માટે ભાજપ કાર્યકર્તાઓએ ધરણાં પણ આપ્યા હતા. ગણતંત્ર દિવસે પણ ભાજપ અને બજરંગ દળના નેતાઓએ મલાડ ચારરસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ દળના કાર્યકર્તા મુંબઈ પોલીસની સામા પણ થયા હતા અને તેમને અટકમાં પણ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીના માથે ટાલ જોઇને, પીએમ મોદીએ પૂછ્યો આવો પ્રશ્ન..

કૉંગ્રસ મંત્રીએ રાખ્યું હતું નામ
જણાવવાનું કે મલાડમાં સ્થાનિક કૉંગ્રેસ વિધેયક તેમજ પહેલાની એમવીએ સરકારમાં તત્કાલિક મુંબઈ શહેરના પાલક મંત્રી અસલમ શેખે આ પાર્કનું નામ ટીપૂ સુલ્તાન રાખ્યું હતું. પૂર્વ મંત્રીના આ નિર્ણયથી ભાજપે તો વિરોધ કર્યો જ હતો, તો અનેક હિંદૂવાદી સંગઠનોએ પણ આ મામલે વાંધો ઊઠાવ્યો હતો.

Mumbai mumbai news malad maharashtra