15 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રોલી ફ્લાયઓવર
વિક્રોલી સ્ટેશન પરના ફાટકને બંધ કરીને એના પર બનાવવામાં આવેલો ઈસ્ટ-વેસ્ટને જોડતો ફ્લાયઓવર બનીને તૈયાર થઈ ગયો છે જે આજથી ખૂલી જશે. નિર્ધારિત મર્યાદામાં એનું બાંધકામ પૂરું કરવા બદલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને અભિનંદન આપ્યાં છે. જોકે હાલ વરસાદની સીઝન હોવાથી લોકોને હાડમારી ભોગવવી ન પડે એટલે તેમણે કોઈ પણ ઔપચારિકતા કે ઉદ્ઘાટન વગર જ આજથી ફ્લાયઓવર લોકો માટે ઓપન કરવાની સૂચના આપી દીધી છે એટલે આજે સાંજે ૪ વાગ્યાથી આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.