Mumbai Local: આ સ્ટેશનો પર ભીડ થશે ઓછી, તંત્રનો છે આવો નિર્ણય

24 January, 2023 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ લોકલ (Mumbai Local)માં મુસાફરી કરતા યાત્રીઓ માટે સારા સમાચાર છે. તંત્રના એક નિર્ણયથી હવે આ સ્ટેશન પર પ્રવાસીઓએ ભીડનો સામનો કરવો પડશે નહીં.

પ્રતીકાત્મક તસવીર

Mumbai Local: મધ્ય રેલવે (Central Railway) ઓગસ્ટ સુધીમાં વિદ્યાવિહાર(Vidyavihar)નહુર (Nahur)અને દિવા (Diva)રેલવે સ્ટેશન પર હોમ પ્લેટફોર્મ (બે સાઈડ વાળુ પ્લેટફોર્મ) બનાવશે. જેથી યાત્રીઓને બંને તરફથી ટ્રેનમાં ચઢવામાં અને ઊતરવામાં સરળતા તો રહશે પરંતુ ભીડથી પણ છૂટકારો મળશે. ખાસ કરીને સાંજના સમયે મુસાફરી કરતાં પ્રવાસીઓને રાહત મળશે. 

પ્લેટફોર્મ પર બંને સાઈડનો ભાગ 7થી10 મીટર પહોળો અને 270 મીટર લાંબો હશે. યાર્ડ રીમૉડેલિંગ અને યાત્રીને સુવિધાઓ પુરી પાડવાના હેતુસર પ્રત્યેક પ્લેટફોર્મ પર લગભગ 6 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સીઆર અધિકારીએ કહ્યું કે હોમ પ્લેટફોર્મ બાદ યાત્રીઓ પૂલનો ઉપયોગ કર્યા વિના સ્ટેશન પરિસરમાં અને બહાર જઈ શકશે. 

આ પણ વાંચો: Photos: સેન્ટ્રલ રેલવેના જન્મદિવસે જ બંધ પડી લોકલ ટ્રેન, સ્ટેશન પર જામી ભીડ

એક અધિકારીના જણાવ્યા મુજબ ઘાટકોપર, કુર્લા, મુલુંડ અને ભાંડુપ તથા કલવા જેમ અન્ય સ્ટેશન પર વિદ્યાવિહાર, નાહુર અને દિવા રેલવે સ્ટેશન પર ભીડ ઓછી થાય એવા ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે  અમે આ યોજનાને લાગૂ કરવા માટે જગ્યા અને અન્ય પ્રક્રિયાઓ પર વિચાર કરી રહ્યાં છીએ. નવા આંકડા અનુસાર, આ સ્ટેશનો પર ભારે ટિકિટોનું વેચાણ થાય છે, દિવા (21,553), નહૂર (6244) અને વિદ્યાવિહાર(8526) જેટલી ટિકિટો વેચાય છે. 

mumbai news mumbai local train central railway