ગયા વર્ષે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ૨૦ લાખ વાહનચાલકો દંડાયા

12 March, 2026 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અડધોઅડધ ચલાન ખોટી જગ્યાએ કરેલા પાર્કિંગ માટે અપાયાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસે ૨૦૨૫માં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ૨૦ લાખ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો, જેમાંથી ૫૦ ટકા ખોટી જગ્યાએ કરેલા પાર્કિંગ માટે હતા.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસે ગયા વર્ષે ૨૦,૩૮,૪૪૦ વાહનચાલકોને ચલાન ફટકાર્યાં હતાં. આમાંથી ૧૦,૪૬,૮૧૯ વાહનચાલકોને ખોટા પાર્કિંગ માટે ચલાન ફટકારવામાં આવ્યાં હતાં. ફુટપાથ પર પાર્કિંગ કરવા બદલ ટ્રાફિક-વિભાગે ૧૬૩૬ વાહનો સામે કાર્યવાહી કરી હતી. ૪,૩૪,૪૯૧ વાહનચાલકોને સિગ્નલ તોડવા બદલ દંડ ફટકરવામાં આવ્યો હતો, જ્યારે ૪,૯૧,૭૧૪ ટૂ-વ્હીલર ડ્રાઇવરોને હેલ્મેટ ન પહેરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.’

મુખ્ય પ્રધાને આપેલી માહિતી મુજબ ખોટી રજિસ્ટ્રેશન નંબરપ્લેટ માટે ૬૪,૪૧૬ વાહનચાલકોને ચલાન ફટકારવામાં આવ્યાં હતાં. મુંબઈ શહેર અને ઉપનગરોમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ ૨૦૨૪ની પહેલી એપ્રિલથી ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરી સુધીમાં ફૅન્સી નંબરપ્લેટવાળાં ૧૮,૩૬૮ વાહનો સામે કાર્યવાહી કરી હતી. 

mumbai news mumbai mumbai traffic mumbai traffic police Crime News mumbai crime news