મુંબઈ: આઇઆઇટી બૉમ્બેના 58મા પદવીદાન સમારોહમાં ઈ-ટ્વિસ્ટ

24 August, 2020 07:48 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ: આઇઆઇટી બૉમ્બેના 58મા પદવીદાન સમારોહમાં ઈ-ટ્વિસ્ટ

વર્ચુઅલ કોન્વોકેશન સમારોહમાં વિદ્યાર્થીને મેડલ અને તેની ડિગ્રી પ્રાપ્ત થાય છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ટેક્નૉલૉજી-બૉમ્બે (આઇઆઇટી-બી)ના ગઈ કાલે યોજાયેલા 58મા કૉન્વોકેશનમાં ગ્રૅજ્યુએટ બૅચ, મુખ્ય મહેમાન અને સન્માનનીય મહેમાન, એના પ્રથમ વર્ચ્યુઅલ સમારોહમાં ઉપસ્થિત રહેતાં આ સમારોહ સંભવતઃ સૌથી યાદગાર બની રહ્યો હતો.

પ્રવર્તમાન વૈશ્વિક મહામારીમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ વાર્ષિક ભવ્ય સમારોહ માટે રૂબરૂ મળવાનું ટાળવું અનિવાર્ય બનતાં સંસ્થાએ ઇલેક્ટ્રૉનિક માધ્યમથી દીક્ષાંત સમારોહ યોજ્યો. એક અનન્ય આઇડી અને પાસવર્ડ સાથેની ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને સ્નાતક બૅચના લગભગ ૨૨૦૦ વિદ્યાર્થીઓ આ ડિજિટલ સમારોહમાં જોડાયા હતા અને માનનીય મહેમાન અને મુખ્ય અતિથિ પાસેથી ડિજિટલી તેમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

૨૦૧૬માં ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર અને પ્રિન્સટન યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડંકન હલદાને આ સમારોહમાં મુખ્ય અતિથિ હતા.

સંબંધિત સમારોહમાં ઍપ્લિકેશનમાં ઉપસ્થિતોને દીક્ષાંતરણની પૂર્વસંધ્યાએ કૅમ્પસ પ્રવાસનો સંપૂર્ણ અનુભવ આપવાની અને સમારોહ પછીની નિયમિત મીટિંગ અને શુભેચ્છા પ્રવૃત્તિઓ આપવાનો પ્રયાસ કરાયો હતો.

આઇઆઇટી-બૉમ્બેના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ અગાઉ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ તેના પ્રકારનો એક ‘પહેલો અને અનોખો કાર્યક્રમ હતો, કેમ કે આપણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં અન્યત્ર પણ આ પ્રકારની પહેલ સાંભળી નથી.’

mumbai mumbai news iit bombay indian institute of technology pallavi smart