કોરોના રોકવામાં સહકાર આપો, લૉકડાઉન કરવા મજબૂર ન કરો : ઉદ્ધવ

14 March, 2021 07:54 AM IST  |  Mumbai | Mid-day Correspondent

કોરોના રોકવામાં સહકાર આપો, લૉકડાઉન કરવા મજબૂર ન કરો : ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરે

રોજેરોજ કોરોનાના આંકડામાં વધારો થઈ રહ્યો હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ હવે એના ટ્વિટર-હૅન્ડલ પર મુંબઈગરાઓને અપીલ કરી છે કે ‘કોરોનાને રોકવામાં હવે તમે જ અમારી મદદ કરી શકો. અમે તમારા વગર આ નહીં કરી શકીએ.’

બીએમસીએ ટ્વીટ કરતાં કહ્યું કે ‘૧૧ જાન્યુઆરીએ ૨૩૯ કેસ, ૧૧ ફેબ્રુઆરીએ ૬૨૪ કેસ અને ૧૧ માર્ચે ૧૫૦૮ કેસ નોંધાયા હોવાનો આંકડો આવ્યો છે. હવે એ ગ્રાફને કઈ બાજુ વધવા દેવો એ આપણા હાથમાં છે. કોરોના મુંબઈમાં ફેલાય નહીં એ માટે પ્રયાસ કરીએ. અમે તમારા વગર આ નહીં કરી શકીએ. મુંબઈમાં ગઈ કાલે ૧૭૦૮ કેસ નોંધાયા હતા. બે દિવસમાં ૨૦૦ કેસ વધી ગયા. આ ખરેખર ચિંતાજનક બાબત છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે પાંચ જણનાં મોત થયાં હતાં. ગઈ કાલ સુધી મુંબઈમાં કુલ ૩,૪૧,૯૮૫ કેસ નોંધાયા હતા, જ્યારે મૃત્યુનો કુલ આંકડો ૧૧,૫૨૪ પર પહોંચી ગયો છે.’

આ જ રીતે જોઈએ તો ૧૩ જાન્યુઆરીએ….., ૧૩ ફેબ્રુઆરીએ…., ૧૩ માર્ચે ….કેસ હતા.

ગઈ કાલે આ જ સંદર્ભે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ‘ઑક્ટોબરથી આપણે અનલૉક કરવાનું શરૂ કર્યું. ચાર મહિના તો આપણે એકબીજાના સાથ-સહકાર વડે કેસને વધતા રોકવામાં સફળ રહ્યા, પણ હવે ભારે પ્રમાણમાં થતી ગિરદી અને લોકો નિયમોનું પાલન કરતા ન હોવાથી કેસ બહુ વધી રહ્યા છે. હજી પણ પરિસ્થિતિ અંકુશમાં છે. હોટેલ અને રેસ્ટોરાંએ પણ નિયમોનું પાલન કરવું. પાછું લૉકડાઉન લાગુ કરવા મજબૂર ન કરો. આ છેલ્લી ચેતવણી છે.’

આવનારા સમયમાં પણ આપણે કોરોનાની સાથે જ જીવવાનું છે. એથી જીવનપદ્ધતિ એને અનુરૂપ કરવી પડશે. બંધી અને સ્વયંશિસ્તમાં ફરક છે. લોકો શિસ્ત પાળે એ જરૂરી છે. કોરોનાની જ્યારે શરૂઆત હતી ત્યારે એ ઝૂંપડપટ્ટીમાં ફેલાઈ રહ્યો હતો, પણ હવે એ સોસાયટીઓ, ઇમારતો અને બંગલામાં ફેલાઈ રહ્યો છે; કારણ કે છેલ્લા થોડા સમયથી એમાંના રહેવાસીઓ એકમેકને મળી રહ્યા છે, હોટેલમાં જઈ રહ્યા છે, મૉલમાં જઈ રહ્યા છે એને લીધે પરિવારના મોટા ભાગના સભ્યો એની ચપેટમાં આવી રહ્યા છે. શરૂઆતમાં લોકો નિયમ પાળતા હતા, પણ હવે એમાં બેદરકાર રહે છે. બધા જ લોકો નિયમ નથી પાળતા એવું નથી, પણ જે લોકો નિયમ નથી પાળતા એને કારણે અન્યો માટે જોખમ ઊભું થાય છે. અમે નથી ઇચ્છતા કે લૉકડાઉન કરીએ. જો તમે મદદ કરશો તો આપણે એને જરૂર રોકી શકીશું.’

mumbai mumbai news uddhav thackeray coronavirus covid19 lockdown