આજથી કાળઝાળ ગરમીમાંથી થોડી મળી શકે છે રાહત

01 March, 2025 07:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૮ કલાક માટે મુંબઈ સહિત રાયગડ અને રત્નાગિરિમાં હીટ વેટનું અલર્ટ જાહેર કર્યું હતું. જોકે હવે અલર્ટ પૂરું થઈ ગયું છે અને આજથી તાપમાન ૩૫ ડિગ્રી કે એનાથી ઓછું થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા મુંબઈગરાને આજથી થોડી રાહત મળવાની શક્યતા છે. સોમવારથી રોજ ૩૮ ડિગ્રીથી વધારે રહેલું તાપમાન આજે ૩૪થી ૩૫ ડિગ્રી રહેવાની આગાહી વેધશાળાએ કરી છે.

વેધશાળાના ડિરેક્ટર સુનીલ કાંબળેએ છેલ્લા ચાર દિવસના તાપમાન વિશે કહ્યું હતું કે ‘ફેબ્રુઆરીમાં તાપમાનમાં વધારો થવો અસામાન્ય નથી. આ પહેલાં પણ આ રીતે ટેમ્પરેચરમાં વધારો થયો છે. આ જ કારણસર અમે ૪૮ કલાક માટે મુંબઈ સહિત રાયગડ અને રત્નાગિરિમાં હીટ વેટનું અલર્ટ જાહેર કર્યું હતું. જોકે હવે અલર્ટ પૂરું થઈ ગયું છે અને આજથી તાપમાન ૩૫ ડિગ્રી કે એનાથી ઓછું થઈ શકે છે.

ક્યારે કેટલું તાપમાન હતું?

સોમવાર

સાંતાક્રુઝ : ૩૮.૪ ડિગ્રી

કોલાબા : ૩૬.૮ ડિગ્રી

મંગળવાર

સાંતાક્રુઝ : ૩૮.૭ ડિગ્રી

કોલાબા : ૩૪.૬ ડિગ્રી

બુધવાર

સાંતાક્રુઝ : ૩૮.૫ ડિગ્રી

કોલાબા : ૩૫.૩ ડિગ્રી

ગુરુવાર

સાંતાક્રુઝ : ૩૮.૪ ડિગ્રી

કોલાબા : ૩૪.૯ ડિગ્રી

Weather Update mumbai weather heat wave news mumbai mumbai news