Mumbai: ફેરિયાવાળાને મળશે 10 લાખ સુધીની લોન, જાણો વિગતો

07 December, 2022 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શરૂઆતના ચરણમાં 10000 રૂપિયા લીધા બાદ, જો તમે છ મહિનાની અંદર લૉન ચૂકવી દો છો, તો તમને ફરીથી 20,000 રૂપિયા મળશે અને ત્યાર બાદ તમે 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકશો.

પ્રતીકાત્મક તસવીર

ફેરિયાવાળા (Good News for Hawkers) માટે એક સારા સમાચાર છે. બેન્ક (Bank) દ્વારા પ્રધાનમંત્રી સન્માન યોજના (Pradhan Mantri Samman Yojana) હેઠળ ફેરિયાવાળાને લોન (Loan) ઉપલબ્ધ કરાવવા માટે ખાતા આપવામાં આવી રહ્યા છે. શરૂઆતના ચરણમાં 10000 રૂપિયા લીધા બાદ, જો તમે છ મહિનાની અંદર લૉન ચૂકવી દો છો, તો તમને ફરીથી 20,000 રૂપિયા મળશે અને ત્યાર બાદ તમે 50000 રૂપિયા સુધીની લોન મેળવી શકશો. જો તમે 50000 રૂપિયાની રકમ સમયસર ચૂકવી દો છો તો 10 લાખ રૂપિયાની રકમ તમને 4 ટકા વ્યાજ પર આપવામાં આવશે.

1 લાખ ફેરિયાવાળાને આ યોજના હેઠળ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે કહ્યું કે મુંબઈમાં એક મહિનાની અંદર 1 લાખ ફેરિયાવાળાને આ યોજના હેઠળ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફેરિયાવાળા માટે આત્મનિર્ભરતા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં અત્યાર સુધી 60 હજાર ફેરિયાવાળા સામેલ થઈ ચૂક્યા છે. મુંબઈ માટે 2 લાખનું ટારગેટ રાખવામાં આવશે. એક મહિનાની અંદર આ સંખ્યામાં એક લાખ વધુ ફેરિયાવાળા જોડાઈ જશે. યોજનાનો ઉદ્દેશ એ છે કે મુંબઈમાં ફળ અને શાકભાજી વિક્રેતાથી લઈને માછલી વિક્રેતા સુધી દરેક જણ આ યોજનામાં ભાગ લઈ શકે છે.

મનપા અને બેન્કોની મદદથી આ યોજના માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ઑનલાઈન અરજી પ્રક્રિયાને પહેલાની તુલનામાં વધારે સરળ કરવામાં આવી છે. મનપાએ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં વેગ લાવવા માટે જુદા જુદા સ્થળે મુંબઈમાં 24 કાઉન્ટર શરૂ કર્યા છે. કરાડે કહ્યું કે ફેરિયાવાળાએ ખૂબ જ ઓછા દરે લોન મળવાની સુવિધાનો લાભ લેવો જોઈએ.

આ પણ વાંચો : Warning: મુંબઇની હવા પણ ફેરવાઇ રહી છે સ્મોગમાં

જણાવવાનું કે બીએમસીએ 2014માં મુંબઈમાં ફેરિયાવાળાનું સર્વેક્ષણ કર્યું હતું. જેમાં ફેરિયાવાળાને અત્યાર સુધી લાઇસન્સ પણ નથી આપવામાં આવ્યું.

આ પણ વાંચો : Demonetisation: SCએ કેન્દ્ર અને RBIને નોટબંધી સંબંધિત રેકોર્ડ રજૂ કરવા કહ્યું

Mumbai mumbai news whats on mumbai mumbai suburbs