ઍરપોર્ટ પર ૮૭ લાખ રૂપિયાની ફૉરેન કરન્સી ઝડપાઈ

05 November, 2025 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુબઈથી આવેલા પૅસેન્જરે ઍક્સ-રે સ્કૅનિંગ મશીનમાં પણ ન પકડાય એવી રીતે સૂટકેસમાં નોટો છુપાવી હતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઍરપોર્ટના કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવી રહેલા એક પૅસેન્જરને અટકાવ્યો હતો અને તેના સામાનમાં છુપાવવામાં આવેલું આશરે ૮૭ લાખ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું હતું.
ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના અધિકારીઓએ દુબઈથી આવી રહેલી ફ્લાઇટ AI-2201 પર નજીકથી નજર રાખી હતી. સ્મગલિંગની શંકા સાથે તપાસ માટે એક પૅસેન્જરની ઓળખ કરવામાં આવી હતી અને તેના સામાનની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં અધિકારીઓને તે પૅસેન્જરની ટ્રૉલી-બૅગમાં છુપાવેલાં વિદેશી ચલણનાં પૅકેટ મળી આવ્યાં હતાં. ઍક્સ-રે મશીનોના સ્કૅનિંગથી બચવા માટે સૂટકેસમાં ચતુરાઈથી ફૉરેન કરન્સી છુપાવવામાં આવી હતી.

કરન્સીની રિકવરી પછી આરોપી પૅસેન્જરને કસ્ટડીમાં લઈને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી દુબઈ અને મુંબઈ વચ્ચે ચાલતી કરન્સી સ્મગલિંગ સિન્ડિકેટનો ભાગ છે કે કેમ એ દિશામાં વધુ તપાસ ચાલી રહી છે.

mumbai news mumbai mumbai airport mumbai crime news mumbai customs