18 April, 2026 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાડદેવના બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગ
તાડદેવમાં શુક્રવારે બપોરે ૧૬ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. એમ. પી. મિલ કમ્પાઉન્ડમાં આવેલી સાઈલીલા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે બપોરે ૧૨.૪૪ વાગ્યે આગ લાગી હતી.
મુંબઈ ફાયર-બ્રિગેડનાં ચાર ફાયર એન્જિને આગ બુઝાવવાની કામગીરી પાર પડી હતી. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.