Mumbai:કુર્લા રેલવે પ્લેટફૉર્મ પર રિક્ષા ચલાવનાર ડ્રાઈવરની ધરપકડ, કૉર્ટમાં રજૂઆત

18 October, 2022 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કુર્લામાં એક રિક્ષા ચાલકે રેલ્વે પ્લેટફૉર્મમાં પ્રવેશ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. કેટલાય લોકોએ આ વીડિયો વાયરલ વીડિયો ક્લિપનો આનંદ માણ્યો તો કેટલાકે આને લઈને અધિકારીઓની ટીકા પણ કરી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

આ મહિનાની શરૂઆતમાં મુંબઈના કુર્લામાં (Mumbai Kurla) એક રિક્ષા ચાલકે (Auto Driver) રેલ્વે પ્લેટફૉર્મમાં (Railway Plateform) પ્રવેશ કરતો એક વીડિયો વાયરલ થયો હતો. કેટલાય લોકોએ આ વાયરલ વીડિયો ક્લિપનો (Viral Video Clip) આનંદ માણ્યો તો કેટલાકે આને લઈને અધિકારીઓની ટીકા પણ કરી છે.

આરોપીને મળી સજા
સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે, અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે પોલીસ દળને ટૅગ પણ કર્યા ત્યાર બાદ, અધિકારી હરકતમાં આવી ગયા. પોલીસ રેલવે પોલીસ દળની તાજેતરની રિપૉર્ટ પ્રમાણે, લોકલ ટ્રેન પ્લેટફૉર્મ પર ઑટો માટે રેલવે અધિનિયમની પ્રાસંગિક ધારાઓ હેઠળ આરોપીને કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને દંડ આપવામાં આવ્યો.

રેલવે પોલીસ દળ મુંબઈ ડિવીઝન પાસેથી મળતી માહિતી પ્રમાણે `ટ્વિટરની ફરિયાદને ગંભીરતાથી લેતા કુર્લા રેલવે સ્ટેશનના ટ્વિટર અકાઉન્ટે 12/10/22 pf no. 01નો વીડિયો ઑટો રિક્ષા નંબર MH 02CT2240ના પ્લેટફૉર્મ પર 01.00 વાગ્યે આવ્યો હતો.`

12 ઑક્ટોબરના આરોપીની થઈ હતી ધરપકડ
તેમણે આગળ કહ્યું કે, "ઑટો-રિક્ષાને જપ્ત કરવા અને ઑટો ડ્રાઈવરને આરપીએફ પોસ્ટ-કુર્લા લાવ્યા પછી, તેમના વિરુદ્ધ સીઆર સંખ્યા 1305/22યૂ/એસ 159 આરએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની 12/10/2022ના ધરપકડ કરવામાં આવી હતી. સીએસએમટીના માનનીય 35મા ન્યાયાલય દ્વારા તેમની સામે રજૂ કરવામાં આવ્યો અને તેને દંડ ફટકારવામાં આવ્યો."

આ પણ વાંચો : બીએમસી જો સાંભળશે તો દૂર થઈ જશે લાખો મુંબઈગરાની હેરાનગતિ

કુર્લા આરપીએફ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઘટના 12 ઑક્ટોબરે બપોરે લગભગ 1 વાગ્યાની છે જે સમયે એક રિક્ષા ભૂલથી પ્લેટફૉર્મ નંબર1માં ઘુસી આવ્યો. રેલવે પોલીસ દળે તેની રિક્ષા જપ્ત કરી લીધી, અને જેમ ઉલ્લેખ છે તેમ રિક્ષાચાલકને ન્યાયાલય દ્વારા દંડ ફટકારવામાં આવ્યો.

Mumbai mumbai news kurla Crime News