શ્વાનની સાથે શેતાની કૃત્ય કરનાર વિકૃત સિનિયર સિટિઝનની ધરપકડ

11 March, 2021 08:50 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

શ્વાનની સાથે શેતાની કૃત્ય કરનાર વિકૃત સિનિયર સિટિઝનની ધરપકડ

શ્વાન સાથે દુષ્કૃત્ય કરનાર અહમદ શાહી.

અંધેરી (વેસ્ટ)ની ડી. એન. નગર પોલીસે ૬૮ વર્ષના એક વિકલાંગની પ્રાણીઓ પર જાતીય અત્યાચાર કરવાના ગુનાસર મંગળવારે ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

અંધેરી (વેસ્ટ)ની જુહુ ગલીમાં રહેતો ૬૮ વર્ષનો અહમદ શાહી પ્રાણીઓ પર અવારનવાર જાતીય અત્યાચાર કરતો હતો. પ્રાણીઓ માટેનું બૉમ્બે ઍનિમલ રાઇટ નામનું એનજીઓ ચલાવતા વિજય મોહનાનીને જુહુ ગલીમાં રહેતા અસલમ શેખ નામના યુવાને એક વિડિયો મોકલ્યો હતો. એમાં એ માણસ એક માદા શ્વાન સાથે બળજબરી કરતો હોવાનું જણાઈ રહ્યું હતું. અસલમ શેખે કહ્યું હતું કે એ વિડિયો ડિસેમ્બર ૨૦૨૦નો છે. ત્યારે વિજય મોહનાનીએ તેને પૂછ્યું કે આ વિડિયો ઉતાર્યો ત્યારે જ કેમ તેં એ વિશે ન જણાવ્યું અને હમણાં ફરિયાદ કરી?

અસલમે એના જવાબમાં કહ્યું હતું કે ‘આરોપી અહમદ શાહી અમારા સગામાં થાય છે. તે ઘણા વખતથી આવું કરી રહ્યો હતો. આજુબાજુના વિસ્તારની માદા શ્વાન પર તે બળજબરી કરે છે. એ વખતે અમે તેને એવું ફરી ન કરવા જણાવ્યું હતું. જોકે ફરી પાછું તેણે એવું કૃત્ય કરતાં તમને વિડિયો મોકલ્યો છે.’

વિજય મોહનાનીએ ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મંગળવારે આરોપી અહમદ શાહીની ધરપકડ કરીને તેની સામે પ્રાણીઓ સાથે ગેરવર્તન કરવું, અનૈસર્ગિક કૃત્ય કરવું અને પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

પોલીસનું શું કહેવું છે?
ડી. એન. નગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મોટી ઉંમરનો છે. તેનો એક હાથ અડધો જ છે. તે પરણ્યો નથી. તે એકલો જ રહે છે અને શાકભાજીનો ધંધો કરે છે. મંગળવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને બુધવારે કોર્ટમાં હાજર કરાયો છે. વૉટ્સઍૅપમાં એવા મેસેજિસ ફરી રહ્યા છે કે તેણે ૩૦ જેટલા શ્વાન સાથે આવું કૃત્ય કર્યું છે. અમે તેની કસ્ટડી મળતાં તપાસ કરતી વખતે એ વિશે તેની પૂછપરછ કરીશું.’

mumbai mumbai news Crime News mumbai crime news andheri mumbai police