Mumbai Crime: હે ભગવાન! ફરી ૩ કૉલેજિયનોએ સ્ટંટબાજી કરી! લોકોના જીવને જોખમમાં મૂકનાર ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી

07 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: વિડિયો વાઈરલ થયા બાદ પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. વાહન અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

વાઈરલ વિડિયોમાંથી સ્ક્રીન શૉટ

તરુણો ઘણીવાર સ્માર્ટનેસ દેખાડવા માટે સ્ટંટબાજી કરતા હોય છે. આવા સ્ટંટ ઘણીવાર જાનલેવા (Mumbai Crime) પણ સાબિત થાય છે. તાજેતરમાં નવી મુંબઈની સડક પર ત્રણ કોલેજિયનોનો સ્ટંટબાજી કરતો વિડિયો વાઈરલ થયો હતો. 

રિપોર્ટ પ્રમાણે આ ત્રણેય તરુણ વિરુદ્ધ સાનપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સોમવારની રાત્રે લગભગ 8.30 વાગ્યાની આ ઘટના છે. આ વિડિયો વાઈરલ થયા બાદ પોલીસે ત્રણેયની અટકાયત કરી હતી. પામ બીચ રોડ પર સાનપાડાના સરસોલ સિગ્નલથી મોરાજ સિગ્નલ સુધી તરુણોએ ખતરનાક સ્ટંટ સાથે ડ્રાઇવિંગ કર્યું હતું. સડક પર ચાલી રહેલ અન્ય મોટરના ડ્રાઈવરે આ સમગ્ર સ્ટંટબાજી પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. એક તરુણ કારની ખુલ્લી સનરૂફમાંથી બહાર ડોકું કાઢે છે જ્યારે અન્ય તરુણ જમણી બાજુની પાછળની સીટમાં ખુલ્લી બારી પાસે બેઠેલો જોવા મળે છે. વાઈરલ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરુણ કારને ડ્રાઈવ કરી રહ્યો છે જ્યારે અન્ય તરુણ સનરૂફમાંથી બહાર ડોકિયું કાઢીને ઉભો છે. જ્યારે તે સિવાયનો જે તરુણ છે તે ખુલ્લી બારીમાંથી બહાર આવીને સ્ટંટ કરે છે.

સાનપાડા પોલીસે (Mumbai Crime) આ ઘટના વિષે જણાવ્યું છે કે વાઈરલ વિડિયોમાં દેખાઈ રહેલ કાર-નંબરનો ઉપયોગ કરીને કારના માલિકને શોધી કાઢવામાં આવ્યો છે. આરોપી માલિક સેક્ટર 20ના બેલાપુર ગામનો રહેવાસી છે. આ વિડિયોમાં કારના માલિકનો ૨૦ વર્ષનો પુત્ર હરિ ઘોળપે છે અને તેની સાથે તેના મિત્રો ૧૯ વર્ષનો વિનય રાવળ અને ૨૦ વર્ષનો કાવ્ય જોશી છે. જેમાંથી હરિ ઘોળપે ચાલતી કારની બારીમાંથી બહાર ડોકિયું કાઢતો જોવા મળ્યો હતો. વિનયે કારની સનરૂફમાંથી બહાર ડોકિયું કર્યું હતું. જ્યારે અન્ય મિત્ર કાવ્ય જોશી કાર ચલાવી રહ્યો હતો. જોકે અન્ય મિત્રએ કાર હંકારી ત્યારે કાવ્ય જોશી પણ સનરૂફમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. ત્રણ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધિત કલમો હેઠળ માનવજીવન અથવા અન્ય લોકોની જાનને જોખમમાં મૂકવા બદલ, સ્પીડમાં વાહન ચલાવવા બદલ અને જાહેર માર્ગ પર આ રીતે ખતરનાક ડ્રાઈવિંગ કરવા બદલ વાહન અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

વિડિયો (Mumbai Crime) સામે આવ્યા બાદ સીવુડ્સ ટ્રાફિક ડિવિઝનના ટ્રાફિક પોલીસ અધિકારી કમલાકર ભુસારેએ તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે કારનો પત્તો મેળવ્યો હતો. ત્યારબાદ આ કાર હરિના પિતા સુભાષ શ્રીપદ ઘોળપેના નામે રજીસ્તર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓને ટ્રાફિક ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેણે કબુલાત કરી હતી કે વિડિયોમાં જે યુવાન દેખાય છે તે તેમનો જ પુત્ર અને બીજા તેના મિત્રો છે.

થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો ખારઘર પોલીસે કાર ચલાવતી વખતે સ્ટંટબાજી કરનાર એક મહિલા સામે કાર્યવાહી (Mumbai Crime) કરી હતી. જ્યારે રબાળે MIDC પોલીસે દીઘા વિસ્તારમાં ઓટોરિક્ષા પર સ્ટંટબાજી કરવા બદલ ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી.

 

mumbai news mumbai viral videos social media navi mumbai mumbai crime news Crime News