વંદે ભારત ડેપો માટે વાડીબંદર પાસે ૪૫ અતિક્રમણ પર બુલડોઝર ફેરવાયું

01 May, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી

ફાઇલ તસવીર

વંદે ભારત ટ્રેનો માટે પ્રસ્તાવિત મેઇન્ટેનન્સ ડેપોના નિર્માણને વેગ આપવા માટે સેન્ટ્રલ રેલવેએ  મોટી કાર્યવાહી કરી હતી. કોર્ટના આદેશનું પાલન કરતા રેલવે પ્રશાસને હૅન્કૉક બ્રિજ નજીક વાડીબંદરના બીડી ચાળ વિસ્તારમાં આવેલાં ૪૫ ગેરકાયદે ઝૂંપડાંઓ અને બે માળના એક બિલ્ડિંગને તોડી પાડીને રેલવેની જમીન ખુલ્લી કરાવી છે.

આ વિસ્તારમાં વર્ષોથી રેલવેની જમીન પર અતિક્રમણ થયું હતું. રેલવે દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે જમીન ખાલી કરાવવામાં આવી છે એ વાડીબંદર યાર્ડનો ભાગ છે અને ત્યાં વંદે ભારત ડેપો માટે પાયાનું કામ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે અતિક્રમણ દૂર થવાથી આ પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનશે.

આ પ્રસ્તાવિત ડેપોમાં વંદે ભારત ટ્રેનોને પાર્ક કરવા અને એની જાળવણી માટે પાંચ સ્ટેબલિંગ લાઇન બનાવવાનું આયોજન છે.

vande bharat central railway indian railways mumbai mumbai news