BMCએ ૧૦૬ કન્સ્ટ્રક્શન-સાઇટ્સને સ્ટૉપ વર્ક નોટિસ ફટકારી

24 January, 2026 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સિસ્ટમ્સ ન હોવાથી થઈ કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ઍર ક્વૉલિટી મૉનિટરિંગ સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ૧૦૬ કન્સ્ટ્રક્શન-સાઇટ્સને કામ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. ૨૦૨૫ના મે મહિનાથી વારંવાર ફૉલોઅપ છતાં ઘણી બાંધકામ-સાઇટ્સ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. આવી સાઇટ્સને તાત્કાલિક સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી છે.

૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સને ઍર ક્વૉલિટી મૉનિટર ઇન્સ્ટૉલ કરવાની સૂચના આપવામાં આવી છે. જે પ્રોજેક્ટ્સે હજી સુધી સેન્સર ઇન્સ્ટૉલ કર્યાં નથી એમને તાત્કાલિક કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપવામાં આવી છે

બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં જ મુંબઈની ઍર ક્વૉલિટી ઇન્ડેક્સથી સંતુષ્ટ ન હોવાનું જણાવ્યા બાદ આજે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.

brihanmumbai municipal corporation air pollution mumbai mumbai news bombay high court