AC લોકલની ઉપર ચડેલા યુવકને હાઈ-વૉલ્ટેજ વાયરનો જોરદાર કરન્ટ લાગ્યો

24 September, 2025 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૂલી અને પૉઇન્ટમૅનની મદદથી યુવકને નીચે ઉતારીને કળવાની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) તથા રેલવેના અધિકારીઓ તાત્કાલિક આ કોચ પાસે પહોંચી ગયા હતા

કોપર અને દિવા સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનની રૂફ પર ચડેલો એક યુવક દિવા સ્ટેશન આવતાં ઊતરવા ગયો ત્યારે હાઈ-વૉલ્ટેજ વાયરને અડી જતાં જોરદાર કરન્ટ લાગ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)જતી ઍર-કન્ડિશન્ડ (AC) લોકલમાં આ બનાવ બન્યા બાદ ટ્રેન ૨૬ મિનિટ દિવા સ્ટેશન પર ઊભી રહી હતી, જેને કારણે પાછળની ટ્રેનો પણ થોડા સમય માટે અટવાઈ ગઈ હતી.

રેલવે પોલીસે જણાવ્યા મુજબ મંગળવારે સવારે CSMT જતી AC લોકલના પાછલા ભાગમાંથી એક યુવક ટ્રેનની રૂફ પર ચડી ગયો હતો. ટ્રેન સવારે ૧૦.૧૨ વાગ્યે દિવાના પ્લૅટફૉર્મ નંબર એક પર પહોંચી ત્યારે આ યુવક છાપરા પરથી નીચે ઊતરતો હતો એ સમયે ઓવરહેડ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. હાઈ-વૉલ્ટેજ વાયર હોવાને કારણે યુવકને જોરદાર કરન્ટ લાગ્યો હતો અને તે ગંભીર રીતે દાઝી ગયો હતો.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) તથા રેલવેના અધિકારીઓ તાત્કાલિક આ કોચ પાસે પહોંચી ગયા હતા. કૂલી અને પૉઇન્ટમૅનની મદદથી યુવકને નીચે ઉતારીને કળવાની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

mumbai news mumbai mumbai trains mumbai local train train accident chhatrapati shivaji maharaj terminus csmt diva junction central railway