28 August, 2021 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
એક અધિકારીએ જણાવ્યું છે કે, શનિવારે દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં મ્હાડાના બિલ્ડિંગની કમ્પાઉન્ડ દિવાલ તૂટી પડતાં એક 37 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
આ ઘટના બંગંગાના બાલાજી નિવાસમાં સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી, જ્યાં બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ પીડિત હિતેશ શિવરામ ભુવડ પર પડી હતી.
તેમણે કહ્યું કે, ફાયર બ્રિગેડ, પોલીસ અને મ્હાડાના અધિકારીઓની ટીમ આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અધિકારીએ ઉમેર્યું હતું કે, વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને એલિઝાબેથ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.