માળખાકીય પ્રોજેક્ટ્સ માટે ૧૩૦૦૦ વૃક્ષોની કતલ

25 November, 2019 12:18 PM IST  |  Mumbai | Prajkta Kasale

માળખાકીય પ્રોજેક્ટ્સ માટે ૧૩૦૦૦ વૃક્ષોની કતલ

પ્રતિકાત્મક તસવીર

મેટ્રો રેલ લાઇનના પ્રોજેક્ટને પર્યાવરણલક્ષી ગણાવાઈ રહી હોવા છતાં એને માટે વૃક્ષોનો સૌથી વધુ ભોગ લેવાઈ રહ્યો છે. માત્ર આ એક જ વર્ષમાં ટ્રી ઑથોરિટીને દરેક વર્ષના ૫૦૦૦ સામે ૧૩,૦૦૦ વૃક્ષો કાપવા માટેની અરજી મળી છે. આમાંથી ૬૦૦૦ પરવાનગી વિવિધ મેટ્રો લાઇનના પ્રોજેક્ટ્સ અને આરે કારશેડ માટે જ આપવામાં આવી છે. જોકે આમાં છેલ્લાં બે વર્ષમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવેલાં વૃક્ષોની ગણતરી થઈ નથી.
કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ પૂરું થવા આડે હજી દોઢ મહિનો બાકી છે, પરંતુ વૃક્ષો કાપવા અને પુન: રોપવાની પરવાનગી માગતા પ્રસ્તાવો ૧૩,૦૦૦ના આંકડાને પાર કરી ગયા છે. બીએમસીની ટ્રી ઑથોરિટીએ જાહેર નોટિસ દ્વારા જનતા પાસેથી સૂચન અને વિરોધ મગાવ્યા બાદ તથા અનેક સ્થળે પોતે મુલાકાત લીધા બાદ વૃક્ષો કાપવાની પરવાનગી આપી હતી. જોકે હજી પણ વૃક્ષો કાપવાના કેટલાક પ્રસ્તાવ ટ્રી ઑથોરિટી સમક્ષ અંતિમ મંજૂરીની રાહ જોતા પડ્યા છે. ૨૦૧૮માં ટ્રી ઑથોરિટીએ ત્રણ મેટ્રો સ્ટેશન માટે ૨૫૦૦ વૃક્ષ સહિત કુલ ૮૭૭૫ વૃક્ષ કાપવાની પરવાનગી આપી હતી.

કયા પ્રોજેક્ટ માટે કેટલાં વૃક્ષ કપાયાં?

મેટ્રો ટૂ-બી ઈએસઆઇસી નગર અંધેરીથી નાણાવટી હૉસ્પિટલ - ૨૨૬
મેટ્રો ટૂ-બી ડેપો મંડાલે ખાતે - ૪૩૧
મેટ્રો ટૂ-બી કુર્લા, ચેમ્બુર અને ઈઈએચ પર ૬ સ્ટેશનો
મેટ્રો ૬ - ૬૦૬
મુંબઈ મેટ્રો-થ્રી કારશેડ ડેપો - આરે - ૨૭૦૨
મેટ્રો -ફોર સ્ટેશન - ૧૫૧૦
મેટ્રો ટૂ-એ લાઇન (અંધેરીથી દહિસર) ૩૦૪
ડૉક્ટર આંબેડકર સેન્ટેનરી હૉસ્પિટલ, કાંદિવલી (વેસ્ટ) - ૮૪૨
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક, શિવરી - ૧૦૦૪
કુર્લા-વાકોલા એલિવેટેડ રોડ - ૬૩૧

mumbai environment brihanmumbai municipal corporation