29 December, 2025 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)એ રવિવારે મુંબઈમાં ચાર રેડી મિક્સ કૉન્ક્રીટ (RMC) પ્લાન્ટ બંધ કરાવી દીધા. ૩૭ યુનિટ સામે કાર્યવાહી ચાલી રહી છે. MPCBના સભ્ય સચિવ એમ. દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘ખાસ ફ્લાઇંગ સ્ક્વૉડ દ્વારા તાત્કાલિક નિરીક્ષણ શરૂ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વાયુ-પ્રદૂષણ વધારતા RMC પ્લાન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.’
MPCBએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૩૭ RMC પ્લાન્ટ્સ પાસેથી ૧.૮૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે ૪ યુનિટને વાયુ-પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પ્લાન્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નવા વર્ષમાં આતંકવાદને નો એન્ટ્રી
૨૦૨૫માં ભારત પર થયેલા મોટા આતંકવાદી હુમલાને વખોડી કાઢતું પૂતળું વરલીના ગોપચાર બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યું છે. એક પરંપરા મુજબ જૂના વર્ષની નકારાત્મક બાબતોને ભૂલીને નવા વર્ષમાં પ્રવેશ કરવો જોઈએ એથી દિલ્હીમાં થયેલો બૉમ્બવિસ્ફોટ અને પહલગામ આતંકવાદી હુમલા જેવા આતંકવાદ સામે આ સોસાયટીએ વિરોધ દર્શાવવા માટે એક આતંકવાદીનું પૂતળું બાળવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં ૩૩ વર્ષથી ગોપચાર સોસાયટી આ રીતે નકારાત્મકતાને પાછળ છોડીને નવા વર્ષમાં પ્રવેશવાની પરંપરા જાળવે છે. થર્ટીફર્સ્ટની રાતે આતંકવાદીનું પૂતળું બાળવામાં આવશે. તસવીર: આશિષ રાજે