એમએમઆરડીએના ચીફ ઈડી સમક્ષ હાજર રહ્યા

17 February, 2021 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમએમઆરડીએના ચીફ ઈડી સમક્ષ હાજર રહ્યા

પ્રતીકાત્મક તસવીર

ટૉપ્સ સિક્યૉરિટીઝને લઈને હવાલાની તપાસ કરી રહેલી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની ઑફિસે ગઈ કાલે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ના ચીફ આર. એ. રાજીવે હાજર રહીને પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું. એમએમઆરડીએએ ૨૦૦૪થી ૨૦૧૭ અને ૨૦૧૭થી ૨૦૨૦ સુધી ટૉપ્સ ગ્રુપને આપેલા કૉન્ટ્રૅક્ટની માહિતી મેળવવા માટે ઈડીએ આર. એ. રાજીવને સમન્સ મોકલ્યા હોવાનું કહેવાય છે. આ કેસમાં ઈડી ટૉપ્સ સિક્યૉરિટીઝના અમિત ચાંડોલેની પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે, જ્યારે તેમના ખાસ માનવામાં આવતા શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકની તપાસ ચાલુ છે. આ સિવાય ઈડીએ રાજ કપૂરના દોહિત્ર અને પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગના ખાસ ફ્રેન્ડ અરમાન જૈનને પણ આ કેસમાં સમન્સ મોકલ્યો છે. જોકે તે હાજર ન રહેતાં ઈડી એને બીજો સમન્સ મોકલે એવી શક્યતા છે.

mumbai mumbai news mumbai metropolitan region development authority