17 February, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આજે અટલ સેતુ પર MMRDA અટલ સેતુ મૅરથૉન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હોવાથી નવી મુંબઈ ટ્રૅફિક પોલીસે ગઈ કાલે રાતે ૧૧ વાગ્યાથી આજે બપોરે ૧ વાગ્યા સુધી એના પર વાહનોની અવરજવર પર બંધી મૂકી છે.
MMRDA દ્વારા શિવડીથી નવી મુંબઈના ચિરલે સુધી અટલ સેતુ પર મૅરથૉનનું આયોજન કર્યું છે. ૪૨.૨ કિલોમીટરની ફુલ મૅરથૉન, ૨૧.૧ કિલોમીટરની હાફ મૅરથૉન, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમટરની પણ કૅટેગરી રાખવામાં આવી છે. ફુલ મૅરથૉન અને ૧૦ કિલોમીટરમાં ભાગ લેનારા સ્પર્ધકો બૉમ્બે પોર્ટ ટ્રસ્ટ રોડ શિવડીથી સ્ટાર્ટ કરવાના છે, જ્યારે હાફ મૅરથૉન અને પાંચ કિલોમીટરની દોડ ચિરલેથી સ્ટાર્ટ થવાની છે.