ટીનેજ પુત્રીઓના અશ્લીલ ફોટોગ્રાફ્સ પ્રેમીને મોકલતી બેશરમ મમ્મી ઝડપાઈ

24 August, 2026 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મમ્મીના મોબાઇલમાં અનેક ટીનેજ છોકરીઓના આપત્તિજનક ફોટો જોઈને દીકરાએ પોલીસમાં ફરિયાદ કરી

પ્રતીકાત્મક તસવીર

પોતાની જ બે ટીનેજ પુત્રીઓના આપત્તિજનક ફોટોગ્રાફ્સ પાડીને પ્રેમીને મોકલવાના શરમજનક કિસ્સામાં મીરા રોડની નયાનગર પોલીસે ૪૨ વર્ષની મહિલા અને તેના ૪૬ વર્ષના પ્રેમીની ધરપકડ કરી છે. મહિલાના બાવીસ વર્ષના પુત્રની ફરિયાદના આધારે પોલીસે બન્ને સામે ગુનો નોંધીને તેમની અટકાયત કરી હતી. આ બન્ને કોઈ મોટા આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક રૅકેટનો ભાગ છે કે કેમ એ વિશે પણ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે.

અલગ રહેતી આ મહિલા પોતાના બાવીસ વર્ષના પુત્ર અને ૧૩ તથા ૧૦ વર્ષની બે પુત્રીઓ સાથે મીરા રોડમાં રહે છે. માર્ચ મહિનામાં બન્ને ટીનેજર્સ ઊંઘતી હતી ત્યારે તેમની મમ્મીએ જ તેમના અશ્ળીલ ફોટો પાડીને પ્રેમીને મોકલ્યા હતા. પુત્રને આ વાતની જાણ થતાં તેણે મમ્મીનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ પ્રેમીએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને મોં બંધ રાખવા જણાવ્યું હતું.

દરમ્યાન પ્રેમીએ અન્ય કેટલીક ટીનેજર્સના અશ્લીલ ફોટોગ્રાફ્સ પણ મહિલાના ફોન પર મોકલ્યા હતા. પુત્ર મમ્મીના મોબાઇલમાં આ તસવીરો જોઈ જતાં આખરે તેણે હિંમત કરીને નયાનગર પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને બન્ને સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે મહિલા અને તેના પ્રેમીની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

mumbai news mumbai mira road Crime News mumbai crime news