Mira Road Fire: મીરારોડના એક ગોડાઉનમાં લાગેલી આગ એટલી વકરી કે પાસેની બિલ્ડિંગોને પણ લીધી ભરડામાં

25 March, 2026 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mira Road Fire: મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તાર પાસે એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખા દેતી હતી.

પ્રતીકાત્મક તસવીર

Mira Road Fire: ગઇકાલે રાત્રે મીરારૉડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ગઇકાલે મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તાર પાસે એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખા દેતી હતી. આ ભીષણ આગને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. આગની જ્વાળાઓએ આસપાસની બીજી બિલ્ડિંગોને પણ ભરડામાં લીધી હતી જેને કારણે ભારે અફરતફરી મચી જવા પામી હતી.

કૅટરીંગનો સામાન હોવાથી આગ વધુ વકરી

પ્રાપ્ત માહિતી અનુસાર એક કેટરિંગના સામાનથી ભરાયેલા ગોડાઉનમાં અચાનક આગ (Mira Road Fire) લાગી ગઈ હતી. આ આગ લગભગ રાત્રે ૯ વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કાપડ જેવી અત્યંત જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાને કારણે આ આગ વધારે ભભૂકી હતી અને તેણે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી તે તેણે આસપાસની બિલ્ડિંગોને ભરડામાં લીધી હતી. બચવા માટે ઘણા રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. આગ પાસે આવેલ મકાનોના ચોથા ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આ આગની ઘટનાથી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ગૅસ સિલિન્ડર પણ ફાટ્યાં

એવું કહેવાઈ રહ્યું છે કે આ આગમાં ૨ ગૅસ સિલિન્ડરમાં પણ વિસ્ફોટ (Mira Road Fire) થયા હતા. ગૅસ સિલિન્ડ ફાટ્યા બાદ આ આગ ઉગ્ર બની હતી. આ આગે તો આસપાસમાં પાર્ક કરેલા અનેકો વાહનોને પણ લપેટમાં લીધા હતા. આ સમગ્ર બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે મોટા પાયે કામગીરી શરૂ કરી હતી.  પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટા પ્રમાણમાં પાણીના ટેન્કર અને અગ્નિશામક ઉપકરણો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સાથે મળીને આ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. એ વાત ખરી કે આ આગને કારણે મોટા પ્રમાણમાં માલનું નુકસાન થયું છે. એટલું ખરું કે રહેવાસીઓના ફ્લેટ્સ અને વેહિકલ્સને નુકસાન થયું છે. મૂળ આ આગ શા કારણોસર લાગી હતી તે બાબતે હજી સુધી કોઈ કારણો સામે આવ્યા નથી.

ભલે, આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાની સંપત્તિનું નુકસાન (Mira Road Fire) થયું છે. આ ઘટનાથી વિસ્તારના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે અને વહીવટીતંત્રે પણ આ વિસ્તારમાં સુરક્ષા જાળવવા પગલાં ઉઠાવ્યા છે. આ ઘટના બાદ વિરોધી પક્ષોએ મોટા પ્રમાણઆ આક્ષેપો પણ લગાવ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા સંદીપ રાણેએ આક્ષેપ કર્યો હતો કે આવી ઘણી વ્યાપારી સંસ્થાઓ પરવાનગીઓ અથવા અગ્નિ સુરક્ષા સિસ્ટમની પરમીશન મેળવ્યા વગર જ કામગીરી કરતાં હોય છે પછી આવી ઘટના બને એમાં સામાન્ય નાગરિકોએ ભોગવવું પડે છે.

mumbai news mumbai fire incident mumbai fire brigade mira road bhayander mira bhayandar municipal corporation