કાંજુરગાવમાં મિની બસ ભડકે બળી

09 August, 2025 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બસ બળીને ખાખ થઈ ગઈ હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કાંજુરગાવમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે ગઈ કાલે સવારે ૭.૧૫ વાગ્યે એક મિની બસમાં આગ ફાટી નીકળી હતી. બસ ભાંડુપ પમ્પિંગ-સ્ટેશનથી ભાંડુપ સ્ટેશન જઈ રહી હતી. મિની બસ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સ્ટાફની હતી. આ ઘટના બની ત્યારે બસમાં BMCના ૩ કર્મચારીઓ અને ડ્રાઇવર હતા. જેવી જાણ થઈ કે બસમાંથી ધુમાડો બહાર આવી રહ્યો છે એટલે તરત જ ડ્રાઇવરે બસને સાઇડમાં ઊભી રાખી દીધી હતી અને એ લોકો તરત જ નીચે ઊતરી ગયા હતા. એ પછી બસ આગમાં લપેટાઈ ગઈ હતી. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એની જાણ થઈ નહોતી. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. ફાયર-બ્રિગેડે આવીને આગ ઓલવી હતી. જોકે એ પહેલાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. 

eastern express highway brihanmumbai municipal corporation mumbai mumbai news fire incident