કરોડોનું ડ્રગ્સ, લાખોનું સોનું જપ્ત, દિલ્હીથી મુંબઈ સુધી કસ્ટમ એક્શન

14 February, 2022 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીથી મુંબઈ સુધી કસ્ટમ વિભાગ એક્શનમાં જોવા મળ્યો છે. કસ્ટમે 43 લાખ રૂપિયાથી વધારેની કિંમતનું સોનુ અને સાથે કરોડોનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીથી લઈને મુંબઈ સુધી કસ્ટમ વિભાગ એક્શન મોડમાં છે. કસ્ટમે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપૉર્ટ પરથી 15 કરોડનું બિનમાલિક કોકીન જપ્ત કર્યું છે. દિલ્હી એરપૉર્ટ પર જ દુબઈથી આવેલા બે પ્રવાસીઓ પાસે મોટી માત્રામાં સોનુ પણ જપ્ત કર્યું જેની અનુમાનિત કિંમત 43 લાખ રૂપિયાથી વધારે આંકવામાં આવી રહી છે. 

દિલ્હીથી મુંબઈ સુધી કસ્ટમ વિભાગે 13 ફેબ્રુઆરીના જબરજસ્ત કાર્યવાહી કરી. દિલ્હીમાં આઇજીઆઇ ઍરપૉર્ટના ટર્મિનલ ત્રણ પર એક બિનવારસી બેગ મળી. આમાં 12 પીળી કેપ્સ્યુલ મળી. જ્યારે આ કેપ્સ્યુલને ખોલવામાં આવી તો ખબર પડી કે આમાં ડ્રગ્સ હતા. આ કેપ્સ્યુલમાં કોકીન હતું જેની કિંમત આશરે 15 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. કસ્ટમે કેસ દાખલ કર્યો છે અને એરપૉર્ટના તમામ સીસીટીવી ફંફોળવામાં આવી રહ્યા છે.

આઇજીઆઇ એરપૉર્ટ પર જ કસ્ટમે બે પ્રવાસીઓ પાસેથી 43 લાખ 63 હજાર રૂપિયાનું સોનુ જપ્ત કર્યું છે. આ પ્રવાસી દુબઈથી દિલ્હી આવ્યા હતા. તેમની પાસે બે નવા આઇફોન પણ મળ્યા છે જેની કિંમત લગભગ અઢી લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે. કસ્ટમની કાર્યવાહીનો સિલસિલો અહીં ખતમ નથી થયો. કસ્ટમે મુંબઈમાં પણ ડ્રગ્સ જપ્ત કર્યા છે.

મુંબઈમાં પણ જપ્તી
મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપૉર્ટ પર ઝિમ્બાબ્વેની એક મહિલાની ધરપકડ કરવામાં આવી. કહેવામાં આવે છે કે ઝિમ્બાબ્વેની મહિલા હરારેથી મુંબઈ આવી હતી. મહિલા પાસેથી 1480 ગ્રામ વ્હાઇટ ક્રિસ્ટલ ગ્રેન્યૂલ્સ એટલે કે હેરોઇન અને મેથામ્પ મળ્યા છે. ઝિમ્બાબ્વેની મહિલા પાસેથી જપ્ત કરેલા ડ્રગ્સનું મૂલ્ય લગભગ 60 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

Mumbai mumbai news Crime News mumbai customs