22 April, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘટનાસ્થળ
ભિવંડીના ખાડી પાર વિસ્તારમાં આવેલા મૂલચંદ કમ્પાઉન્ડના એક ગોડાઉનમાં ગઈ કાલે આગ લાગી હતી. ગોડાઉનમાં મોટા પાયે કેમિકલ અને ઑઇલનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો એથી આગ ટૂંક સમયમાં વિકરાળ બની ગઈ હતી. આગમાં કોઈને ઈજા નથી થઈ, પણ લાખો રૂપિયાનો માલ બળી ગયો હતો. કેમિકલ અને ઑઇલ આગમાં બળી જવાને લીધે ભારે ધુમાડો નીકળી રહ્યો હતો. ભિવંડી સહિત થાણે અને આસપાસનાં ફાયર સ્ટેશનનાં ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા, પણ આગ પર કાબૂ મેળવવાનું મુશ્કેલ બનતું હતું. આગ ચોક્કસ કયા કારણસર લાગી એ જાણી શકાયું નહોતું.