Pune-Bengaluru Highway પર ગોઝારો અકસ્માત, ધડાધડ 48 ગાડીઓ અથડાતાં અનેક લોકો ઘાયલ

21 November, 2022 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટના પુના પાસે નવાલે બ્રિજ પર ઘટી હતી.

પ્રતીકાત્મક તસવીર

પુના-બેંગલોર હાઈવે (Pune Bengaluru Highway Accident)પર ગોઝારો અકસ્માત થયો હતો. આ અક્સ્માતમાં આશરે 48 ગાડીઓ એક બીજા સાથે ટકરાઈ હતી. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનાઅહેવાલ છે. એએનઆઈ અનુસાર આ ઘટના પુના પાસે નવાલે બ્રિજ પર ઘટી હતી. ઘટના બાદ હાઈવે પર કેટલાય કિલોમીટર લાંબો ટ્રાફિમ જામની સ્થિતિ ઉભી થઈ હતી. જો કે, હજી સુધી એ જાણકારી મળી નથી કે અકસ્માત કેવી રીતે થયો. આશરે 30 જેટલા લોકો દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. 

ઘટનાની માહિતી મળ્યા બાદ પુણે ફાયર વિભાગ અને મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના કર્મચારીઓ રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ટ્રક કન્ટેનરની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. બ્રેક ફેલ થયા બાદ ટ્રકે અનેક વાહનોને કચડી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાત્રે 9 વાગ્યે બની હતી.

ટ્રક સાથે અકસ્માત થયા બાદ રોડ પર ઓઈલ ફેલાઈ ગયું હતું જેના કારણે અન્ય વાહનોને બ્રેક મારવામાં મુશ્કેલી પડી હતી અને તેના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

mumbai news pune news bengaluru