લતા મંગેશકરના અવસાનના શોકમાં આજે છે જાહેર રજા

07 February, 2022 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લતા મંગેશકરનું રવિવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયું છે

લતા મંગેશકર

ભારત રત્ન સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરના નિધનના શોકમાં રાજ્ય સરકારે આજે રાજ્યમાં જાહેર રજા ડિક્લેર કરી છે. આ સંદર્ભે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ભારત રત્ન લતા મંગેશકરનું રવિવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી સંગીત અને કલાજગતને ભારે નુકસાન પહોંચ્યું છે. આ મહાન ગાયિકાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરાક્રમ્ય સંલેખ અધિનિયમ, ૧૮૮૧ (અધિનિયમ ૨૬)ની કલમ ૨૫ હેઠળ મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આજે ૭ ફેબ્રુઆરીએ રાજ્યમાં જાહેર રજા ડિક્લેર કરવામાં આવી રહી છે.

mumbai mumbai news maharashtra lata mangeshkar