પાલઘરમાંથી ૬.૩૨ લાખનો પ્રતિબંધિત ગુટકા પકડાયો

04 March, 2025 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-અમદાવાદ હાઇવે પર દહાણુ પાસેના ચારોટી નાકા પર પોલીસે શનિવારે નાકાબંધી દરમ્યાન એક ટેમ્પો પકડ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-અમદાવાદ હાઇવે પર દહાણુ પાસેના ચારોટી નાકા પર પોલીસે શનિવારે નાકાબંધી દરમ્યાન એક ટેમ્પો પકડ્યો હતો. એ ટેમ્પોમાં મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત એવા અલગ-અલગ પ્રકારના ગુટકાનો જથ્થો હતો. પોલીસે ટેમ્પોમાંથી કુલ ૬,૩૨,૯૦૦ રૂપિયાનો ગુટકા જપ્ત કર્યો હતો. કાસા પોલીસે આ કાર્યવાહી અંતર્ગત ગુટકા સાથે ટેમ્પો પણ જપ્ત કર્યો હતો. ટેમ્પોના ડ્રાઇવર અને ક્લિનરને ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુટકા કોણે મોકલાવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો એની જાણકારી મેળવવામાં આવી રહી છે.  

mumbai mumbai news news maharashtra crime news mumbai crime news