ભયાવહ! 15 વર્ષની છોકરીએ યૂટ્યૂબ વીડિયો જોઈને આપ્યો બાળકીને જન્મ, પછી મારી નાખી

06 March, 2023 09:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરથી (Nagpur) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 15 વર્ષની એક છોકરી પર પોતાની નવજાત બાળકીની હત્યા (Killed Newborn) કરવાનો આરોપ મૂકાયો છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના (Maharashtra) નાગપુરથી (Nagpur) એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 15 વર્ષની એક છોકરી પર પોતાની નવજાત બાળકીની હત્યા (Killed Newborn) કરવાનો આરોપ મૂકાયો છે. કહેવાતી રીતે યૌન શોષણની શિકાર છોકરીએ યૂટ્યૂબ વીડિયો જોયા બાદ પોતાના ઘરમાં એક બાળકીને જન્મ આપ્યો. ત્યાર બાદ તે નવજાતને તેણે પેતાના હાથે મારી નખી. પોલીસ પ્રમાણે સગીર પોતાની પ્રેગ્નેન્સી છુપાવી રહી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે એક પોલીસ અધિકારીએ કહ્યું કે છોકરીનું એક એવી વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું, જેની સાથે તેની ઓળખાણ સોશિયલ મીડિયા પર થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે તેણે પોતાની માને એમ કહીને પોતાની પ્રેગ્નેન્સીની વાત છુપાવી હતી કે તેને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. ઘટના નાગપુરના અંબાઝરી પોલીસ સ્ટેશન થાણાની છે. આ ઘટના ગુરુવારે રાતે થઈ છે.

અંબઝારી વિસ્તારની રહેવાસી છોકરીએ પોતાની પ્રેગ્નેન્સીની વાત છુપાવી રાખવા માટે હોમ ડિલીવરીનો આઈડિયા આવ્યો અને તેણે યૂટ્યૂબ વીડિયો જોવાનું શરૂ કરી દીધું. અધિકારીએ કહ્યું, "બે માર્ચે તેણે પોતાના ઘરમાં એક બાળકીને જન્મ આપ્યો અને તરત જ નવજાતનું ગળું દાબીને હત્યા કરી દીધી. તેણે લાશને પોતાના ઘરના એક બૉક્સમાં સંતાડી દીધી." અધિકારીએ જણાવ્યું કે જ્યારે તેની મા ઘરે પાછી ફરી, તો તેણે છોકરીને તેના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે પૂછ્યું. 

આ પણ વાંચો : પતિએ આ કારણે પત્નીનું કર્યું કતલ, પછી લાશના ટુકડા કરીને ફેંક્યા પાણીની ટાંકીમાં

અધિકારીએ કહ્યું કે, "ત્યાર બાદ છોકરીએ આપવીતી પોતાની માને જણાવી, ત્યાર બાદ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી. નવજાતની લાશને પણ પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી." પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધી લેવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ મળ્યા બાદ હત્યાનો આરોપ મૂકવામાં આવશે. તો હૉસ્પિટલમાં છોકરીની સ્થિતિ નાજુક છે.

Crime News mumbai crime news Mumbai mumbai news maharashtra sexual crime youtube