ભવન્સ, ચોપાટીમાં ‘કવિતાની ચુસ્કીઓ, બગીચાને બાંકડે’

29 January, 2023 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યક્રમમાં લોકપ્રિય કવિઓ વિનોદ જોશી, ગૌરાંગ ઠાકર અને ઉદયન ઠક્કર પોતાની રચનાઓ રજૂ કરશે

મિડ-ડે લોગો

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે યોજાતી રવિવાર સવારની માસિક શ્રેણીમાં આ રવિવાર, ૨૯ જાન્યુઆરીએ સવારે ૧૦.૩૦ વાગ્યે ભવન ઑડિટોરિયમ, ચોપાટીમાં ૬૪મો વિશિષ્ટ કાર્યક્રમ ‘કવિતાની ચુસ્કીઓ, બગીચાને બાંકડે’ રજૂ થશે. આ કાર્યક્રમમાં લોકપ્રિય કવિઓ વિનોદ જોશી, ગૌરાંગ ઠાકર અને ઉદયન ઠક્કર પોતાની રચનાઓ રજૂ કરશે. એમની રચનાઓનું ઉત્કર્ષ મઝુમદાર તથા સંજય ગોરડિયા પઠન કરશે તથા જાહ્‍‍નવી શ્રીમાંકર તરન્નુમમાં પ્રસ્તુત કરશે. કાર્યક્રમના સંયોજકો ઉદયન ઠક્કર અને નિરંજન મહેતા છે.

સંત શિરોમણિ રોહિદાસવંશી વઢિયારા સમાજ

સંત શિરોમણિ રોહિદાસવંશી વઢિયારા સમાજના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી રહેલા મંથન એજ્યુકેશનલ યુથ ફાઉન્ડેશન સંસ્થા તેમ જ સાપરિયા શૈક્ષણિક સંસ્થા દ્વારા રોહિદાસવંશી વઢિયારા સમાજના વર્ષ ૨૦૨૧-’૨૨માં પાસ થયેલા ઉપરોક્ત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમ જ શિષ્યવૃત્તિ કાર્યક્રમનું આજે બપોરે ૪થી સાંજે ૭ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, સર્ટિફિકેટ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. સ્થળ : બજાજ સ્કૂલ હૉલ, સ્ટેશન રોડ, કાંદિવલી-વેસ્ટ. 

mumbai mumbai news