કલ્યાણમાં પાંચ ઘરની દીવાલ એકસાથે ધસી પડી

29 July, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદને કારણે પોચી પડી ગયેલી જમીન અને નબળાં પડી ગયેલાં મકાનો પર સ્થાનિક પ્રશાસન નજર રાખી રહ્યું હતું.

કલ્યાણમાં પાંચ ઘરની દીવાલ એકસાથે ધસી પડી

કલ્યાણમાં એક જ લાઇનમાં આવેલાં પાંચથી ૬ મકાનોની દીવાલો એકસાથે ધસી પડી. સદ્નસીબે આ મકાનો ખાલી હતાં તેથી જાનહાનિ થઈ નહોતી.

રવિવારે બનેલી આ ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ દેખાયું હતું કે લાઇનબંધ બનાવાયેલાં કાચાં પતરાવાળાં મકાનોનો આગળનો નાનો ભાગ એકાએક તૂટીને નીચે પડ્યો હતો. એની અમુક જ સેકન્ડ બાદ મકનોનો પાછળનો ભાગ પણ એકસાથે ધસી પડ્યો હતો.

વરસાદને કારણે પોચી પડી ગયેલી જમીન અને નબળાં પડી ગયેલાં મકાનો પર સ્થાનિક પ્રશાસન નજર રાખી રહ્યું હતું. આ મકાનો ભયજનક જણાતાં એને તાત્કાલિક ખાલી કરાવી દેવાયાં હતાં જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પાલિકાએ આ વિસ્તારને સીલ કરી દીધો છે અને આસપાસનાં મકાનોની ચકાસણી શરૂ કરી છે.

kalyan Weather Update mumbai weather mumbai rains monsoon news mumbai monsoon news mumbai mumbai news viral videos social media