એક પોલીસ, એક ડૉક્ટર  ૧.૪૪ કરોડનો ફટકો

24 November, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણમાં રહેતા ૬૭ વર્ષના નિવૃત્ત પોલીસ-ઑફિસર અને તેમના ડૉક્ટર મિત્રને બે ગઠિયાઓએ ૧.૪૪ કરોડનો ચૂનો લગાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

કલ્યાણમાં રહેતા ૬૭ વર્ષના નિવૃત્ત પોલીસ-ઑફિસર અને તેમના ડૉક્ટર મિત્રને બે ગઠિયાઓએ ૧.૪૪ કરોડનો ચૂનો લગાવ્યો હતો. ગઠિયામાંથી એક પુણેમાં રહે છે. તેણે તેના ગોવામાં રહેતા સાગરીત સાથે મળીને આ બન્નેને છેતર્યા હતા. શૅરબજારમાં મોટી રકમનું રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે એવી લાલચ તેમણે નિવૃત્ત પોલીસ-ઑફિસર અને ડૉક્ટરને આપી હતી. 
બન્ને મિત્રોએ શરૂઆતમાં નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. એના પર ગઠિયાઓએ ઊંચું વળતર આપ્યું હતું પણ એ રકમ નાની હતી. પછી ગઠિયાઓએ તેમને મોટી રકમનું રોકાણ કરવા કહેતાં બન્નેએ મળી ૧.૪૪ કરોડનું રોકાણ કર્યું હતું. જોકે એ પછી જ્યારે તેમણે એ બન્ને ગઠિયાઓને ફોન કરીને વળતર માટે પૂછપરછ કરી ત્યારે તેમણે પહેલાં જવાબ આપવાનું ટાળ્યું હતું અને પછી બન્નેએ તેમનો ફોન બંધ કરીને તેમનો સંપર્ક કાપી નાખ્યો હતો. એથી આ બન્ને ફરિયાદીઓએ આખરે ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ગઠિયાઓને ઝડપી લેવા તપાસ ચાલુ કરી છે.

mumbai news mumbai Crime News mumbai crime news kalyan thane crime