મુંબઈ : પોલીસોએ યુવતીઓને વસ્ત્રો ઉતારીને નાચવાની ફરજ પાડી

04 March, 2021 08:41 AM IST  |  Mumbai | Agency

મુંબઈ : પોલીસોએ યુવતીઓને વસ્ત્રો ઉતારીને નાચવાની ફરજ પાડી

પ્રતીકાત્મક તસવીર

જલગાંવની એક હૉસ્ટેલમાં પોલીસો દ્વારા યુવતીઓને કથિત રીતે વસ્ત્રો ઉતારીને ડાન્સ કરવાની ફરજ પાડવાના કિસ્સામાં રાજ્ય સરકારે ચાર સભ્યોની કમિટીનું ગઠન કરીને તપાસનો આદેશ આપ્યો છે.

જળગાંવની હૉસ્ટેલમાં બનેલી પોલીસોને સાંકળતી આ ઘટનામાં રાજ્ય સરકારે ચાર સભ્યોની ઉચ્ચ સ્તરની કમિટીનું ગઠન કરીને તપાસનો આદેશ આપ્યો હોવાનું તથા રિપોર્ટ મળ્યા બાદ ગુનેગારો વિરુદ્ધ આકરાં પગલાં લેવામાં આવશે એવું ગૃહપ્રધાન અનિલ દેશમુખે ગઈ કાલે જણાવ્યું હતું. વિરોધ પક્ષો દ્વારા ગૃહમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ તેમણે રાજ્ય વિધાનસભામાં ઉપરોક્ત જાહેરાત કરી હતી. બીજેપીના નેતા સુધીર મુનગંટીવારે રાજ્ય સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કરતાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દા પર ગંભીર નથી.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જળગાંવની હૉસ્ટેલની કેટલીક યુવતીઓએ ફરિયાદ કરી હતી કે તપાસના ઓઠા હેઠળ પોલીસ તેમ જ કેટલાક લોકોને હૉસ્ટેલના પરિસરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી હતી અને તેમણે કેટલીક યુવતીઓને વસ્ત્રો ઉતારીને ડાન્સ કરવાની ફરજ પાડી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ફરી રહ્યો છે.

jalgaon mumbai mumbai news mumbai police Crime News mumbai crime news