મીઠીને નાળામાંથી નદી બનતાં હજી ત્રણ વર્ષ લાગશે

21 May, 2023 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીએ આ નદીના ત્રીજા તબક્કાના પુનર્જીવન પ્રોજેક્ટ માટે ટેન્ડર મગાવ્યાં છે. આ પ્રોજેક્ટ ૨૦૨૫માં પૂરો થવાનો હતો, જે હવે વિલંબને કારણે ૨૦૨૬માં પૂરો થશે

ત્રીજા તબક્કામાં સીએસટી બ્રિજ અને પ્રેમનગર આઉટફૉલ તથા સીએસટી બ્રિજથી માહિમનો સમાવેશ થાય છે. બીએમસી ગટરના પાણીનો પ્રવાહ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ ડાઇવર્ટ કરશે, જે હાલમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના નદીમાં ઠલવાય છે (તસવીર : આશિષ રાજે)

જૂન ૨૦૨૨માં પહેલી વાર ટેન્ડર મગાવ્યાના લગભગ એક વર્ષના વિલંબ બાદ મીઠી નદીના ત્રીજા તબક્કાના પુનર્જીવન પ્રોજેક્ટ માટે બીએમસી ટેન્ડર મગાવી રહી છે. પરિણામે મીઠી નદીને હકીકતમાં નદી બનવામાં હજી ત્રણ વર્ષનો સમય લાગશે. યોજના અનુસાર પ્રોજેક્ટ ૨૦૨૫માં પૂરો થવાનો હતો, જે હવે વિલંબને કારણે ૨૦૨૬ સુધીમાં પૂરો થશે. ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ માગણી કરી છે કે મીઠી નદીના પુનર્જીવન વિશે વાંચવા મળતું હોય છે. એમ છતાં નદીમાં કોઈ સુધારો જણાતો નથી. આથી બીએમસીએ પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવો જોઈએ.’

દસ્તાવેજો મુજબ ત્રીજા તબક્કામાં સીએસટી બ્રિજ અને પ્રેમનગર આઉટફૉલ તથા સીએસટી બ્રિજથી માહિમનો સમાવેશ થાય છે. બીએમસી ગટરના પાણીનો પ્રવાહ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ ડાઇવર્ટ કરશે, જે હાલમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના નદીમાં ઠલવાય છે.

આ પ્રોજેક્ટમાં ૭.૬ કિલોમીટરની ગટર લાઇન, ૭.૪ કિલોમીટરની રીટેઇનિંગ વૉલ, ૬.૪ કિલોમીટરનો સર્વિસ રોડ અને ચોમાસામાં ભરતીના પાણીને ગટરમાં પ્રવેશતા રોકવા માટે ૨૮ ફ્લડ-ગેટ્સ બનાવવામાં આવશે.

mumbai mumbai news