સ્પેસમાં સૈન્ય તાકાત વધારશે ભારત: ઇસરો પાંચ લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરશે

05 April, 2019 11:09 AM IST  | 

સ્પેસમાં સૈન્ય તાકાત વધારશે ભારત: ઇસરો પાંચ લશ્કરી ઉપગ્રહ લોન્ચ કરશે

ભારતીય સેના અને સુરક્ષાદળોની તાકાત વધારવા માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ કમર કસી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે, ભારતની સેનાની નજર રાખવાની ક્ષમતા વધારવા માટે ભારત પાંચ સૈન્ય ઉપ્રહ લોન્ચ કરશે.જેમાં ચાર રિસેટ સેટેલાઈટ અને એક એડવાન્સ કાર્ટોસેટ ૩ કારના સેટેલાઈટનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ લક્ષ્યાંક નક્કી કરવામાં વાયુસેનાએ ઈસરોના ઉપ્રગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા દર વર્ષે ઈસરો દ્વારા એક કે બે મિલિટરી સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવામાં આવતા હતા.જોકે પાક અને ચીન સાથે વધી રહેલા તનાવના પગલે ઈસરોએ આ વખતે મિલિટરી સેટેલાઈટ લોન્ચની સંખ્યા વધારી છે

આ પણ વાંચોઃ ઈસરોએ અંતરિક્ષમાં મોકલ્યા EMISAT સહિત 29 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ

isro tech news national news