દિલ્હી, લખનઉની જેમ મુંબઈમાં પણ એર પ્યુરિફાયર ટાવર લગાવો, BMCને CM એકનાથ શિંદેની સૂચના

03 February, 2023 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મહાનગરપાલિકા આ વર્ષનું બજેટ તૈયાર કરતી વખતે, મુંબઈગરાના સ્વાસ્થ્યની કાળજી લેવાનું મુખ્યપ્રધાન શિંદેએ મ્યુનિસિપલ કમિશનરોને કહ્યું છે

ફાઇલ તસવીર

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ સહિત ઉપનગરોમાં હવાની ગુણવત્તા ઘણી હદે બગડી છે. વધતું જતું વાયુ પ્રદૂષણ (Mumbai Pollution) મુંબઈગરા માટે ચિંતાનો વિષય બની ગયો છે. એક અહેવાલ અનુસાર મુંબઈ (Mumbai News), નવી મુંબઈ (Navi Mumbai), થાણે (Thane) અને કલ્યાણ (Kalyan) ચારેય ઔદ્યોગિક વિસ્તારોમાં જાન્યુઆરી મહિનામાં 31માંથી 31 દિવસ એટલે કે આખો મહિનો હવાની ગુણવત્તા ખરાબ હતી. મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો છે. શિંદેએ BMC કમિશનરને સૂચના આપી છે કે દિલ્હી, ગુડગાંવ અને લખનઉની જેમ મુંબઈમાં પણ એર પ્યુરિફાયર ટાવર લગાવવામાં આવે.

મુંબઈ મહાનગરપાલિકા આ વર્ષનું બજેટ તૈયાર કરતી વખતે, મુંબઈગરાના સ્વાસ્થ્યની કાળજી લેવાનું મુખ્યપ્રધાન એકનાથ શિંદે (CM Eknath Shinde)એ મ્યુનિસિપલ કમિશનરને કહ્યું છે. મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું છે કે “મુંબઈમાં પ્રદૂષણ અને હવાની ગુણવત્તાને નિયંત્રિત કરવા માટે દિલ્હી, ગુડગાંવ અને લખનઉની જેમ એર પ્યુરિફાયર ટાવર લગાવવા જોઈએ. સાથે-સાથે શહેરી વનસંવર્ધન વધારવાના પગલાં લેવા જોઈએ.

મુંબઈ મહાનગરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે એર પ્યુરિફાયર ટાવર લગાવવા જોઈએ. તેમ જ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોના ઘરે-ઘરે જઈ તપાસ કરાવવી જોઈએ. મ્યુનિસિપલ સ્કૂલમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર શરૂ કરવું, મ્યુનિસિપલ વહીવટમાં પારદર્શિતા અને શહેરનું બ્યુટિફિકેશન મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આગામી બજેટમાં સામેલ કરવું જોઈએ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સૂચનો મ્યુનિસિપલ કમિશનર આઈ.એસ. ચહલને આપ્યા છે.

ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર દર્દીઓની ડોર-ટુ-ડોર તપાસ કરવી જોઈએ

મુખ્યપ્રધાને મુંબઈવાસીઓના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે વિશેષ પગલાં સૂચવ્યા છે. મુંબઈના લગભગ 27 ટકા નાગરિકો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત છે. મુખ્યપ્રધાને નિર્દેશ આપ્યો છે કે ઘરે-ઘરે જઈને મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા તેમનો ડેટા તૈયાર કરવામાં આવવો જોઈએ. તે જ સમયે, મુંબઈની મ્યુનિસિપલ હૉસ્પિટલોની બહારના ભીડ છે, તેને નિયંત્રિત કરવા માટે યોગ્ય પગલાં લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમ જ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પણ એમઆરઆઈ, સીટીસ્કેન અને ડાયગ્નોસ્ટિક સેન્ટર વધારવા અને ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાની સૂચના આપી છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation eknath shinde mumbai weather