આઇઆઇટીના વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુ​બિલી રીયુનિયનમાં આપ્યું ૫૭ કરોડ રૂ​પિયાનું ડોનેશન

25 December, 2023 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇઆ​ઇટી - મુંબઈના ૧૯૯૮ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના હાલમાં થયેલા સિલ્વર જ્યુબિલી રીયુનિયનમાં આઇઆ​ઇટીને ​૫૭ કરોડ રૂ​પિયાનું ડોનેશન આપ્યું હતું

આઇઆ​ઇટી - મુંબઈ

મુંબઈ : દેશની માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન પામતી આઇઆ​ઇટી - મુંબઈના ૧૯૯૮ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના હાલમાં થયેલા સિલ્વર જ્યુબિલી રીયુનિયનમાં આઇઆ​ઇટીને ​૫૭ કરોડ રૂ​પિયાનું ડોનેશન આપ્યું હતું. આમ કરીને તેમણે અત્યાર સુધીમાં સૌથી વધુ ડોનેશનની રકમ આપનાર બૅચ તરીકેનું મોખરાનું સ્થાન મેળવી લીધું છે. આ પહેલાં ૧૯૭૧ના બૅચના વિદ્યાર્થીઓએ તેમના ગોલ્ડન જ્યુબિલી ફંક્શનમાં ૪૧ કરોડ રૂ​પિયાની રકમ આઇઆઇટીને ડોનેશન તરીકે આપી હતી.

આ​ઇઆઇટીમાં અભ્યાસ કરીને વિશ્વકક્ષાએ આગળ વધેલા આ બૅચના અનેક સ્ટુડન્ટ્સ હાલ વિદેશોમાં મ​લ્ટિનૅશનલ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર છે. ૫૭ કરોડ રૂપિયાના એ ડોનેશનમાં ૨૦૦ કરતાં વધુ સ્ટુડન્ટ્સે તેમનો ફાળો નોંધાવ્યો હતો. આઇઆઇટી - મુંબઈના ડિરેક્ટર સુભાશિષ ચૌધરીએ કહ્યું હતું કે ‘૧૯૯૮ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલા આ ડોનેશનને કારણે આઇઆઇટી વધુ વિકાસ કરી શકશે અને શ્રેષ્ઠતમ સુવિધાઓ આપી શકશે. અમે સાથે મળીને એવું ભવિષ્ય તૈયાર કરવા માગીએ છીએ જેથી આઇઆઇટી - મુંબઈ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક બની શકે.’

iit bombay mumbai news mumbai