02 October, 2025 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા અને તેની પત્ની બૉલીવુડ-ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી
૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફસાયેલા બિઝનેસમૅન રાજ કુન્દ્રા અને તેની પત્ની બૉલીવુડ-ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને બૉમ્બે હાઈ કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. રાજ અને શિલ્પા માટે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે એને લીધે કેસની તપાસ ચાલે ત્યાં સુધી તેઓ દેશ છોડીને બહાર ન જઈ શકે. જોકે એક છતાં તેમણે એક સપ્તાહ માટે થાઇલૅન્ડના ફુકેત જવા માટે લુકઆઉટ નોટિસ સસ્પેન્ડ કરવામાં આવે એવી અરજી બૉમ્બે હાઈ કોર્ટ સમક્ષ કરી હતી. ટ્રાવેલ અને સ્ટેના બુકિંગની વિગતો જોયા બાદ અદાલતે લુકઆઉટ નોટિસ રદ કરવાની મનાઈ કરી હતી. એ ઉપરાંત લૉસ ઍન્જલસ, મૉલદીવ્ઝ અને લંડન તથા દુબઈના જાન્યુઆરી સુધીના પ્લાન માટે મંજૂરી મળે એવી પણ કુન્દ્રા-દંપતીએ અરજી કરી છે. બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડે આ બાબતે ૮ ઑક્ટોબર સુધી રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે.