18 August, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ભારે વરસાદને લીધે ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન્સમાં ભારે હેરાનગતિ થઈ હતી. આખા દિવસ દરમ્યાન ૩૫૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. પંદરથી વધારે ફ્લાઇટ્સને લૅન્ડિંગમાં તકલીફ પડી હતી અને બે ફ્લાઇટ્સને મુંબઈ ઍરપોર્ટને બદલે અન્ય ઍરપોર્ટ પર ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. એક ફ્લાઇટને નાગપુર ઍરપોર્ટ તરફ અને બીજી ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરી દેવામાં આવી હતી. ઍરપોર્ટનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુંબઈથી ઊપડતી ઓછામાં ઓછી ૨૮૩ ફ્લાઇટ્સ મોડી ઊપડી હતી, જ્યારે ૭૭ જેટલી મુંબઈ ઍરપોર્ટ પર આવનારી ફ્લાઇટ્સ પણ મોડી પડી હતી.