Janmashtami: મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે કૃષ્ણજન્મ LIVE દ્વારકાથી

08 August, 2020 07:44 PM IST  |  Dwarka | Gujarati Mid-day Online Correspondent

Janmashtami: મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર સાથે કૃષ્ણજન્મ LIVE દ્વારકાથી

દ્વારકાધિશનાં જન્મનો પ્રસંગ, તેમના જ દેવસ્થાન, દેવભૂમિ દ્વારકામાં ઉજવાય ત્યારે કૃષ્ણ જન્મની આરતી માણવાનું ચૂકશો નહીં.

કોરોના કાળમાં ઇશ્વરીય ભક્તિને કોઇ અવરોધ ન આવે અને જન્માષ્ટમીનો ઉલ્લાસ ભર્યો ઉત્સવ તમે હોંશે હોંશે માણી શકો અને તમને દ્વારકા પહોંચી ન શકવાનો અફસોસ ન થાય એ માટે શું થઇ શકે?  તમારા આ સવાલ અને મૂંઝવણનો જવાબ છે ગુજરાતી મિડ-ડેના ડિજિટલ ન્યુઝપેપર પાસે.  મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર લાવ્યું છે મેગા જન્માષ્ટમી સેલિબ્રેશન. 11 ઑગસ્ટે રાત્રે 11.45થી તમે જોઇ શકશો કૃષ્ણ જન્મનું જીવંત પ્રસારણ સીધું દ્વારકાધિશ મંદિરમાંથી. આરતી અને ઉત્સવ બંન્નેનો લાહવો મળશે. એટલું જ નહીં 12 ઑગસ્ટે તમે કૃષ્ણ ગીતો, ભજનોની રમઝટ જાણીતા લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલના અવાજમાં માણી શકશો.

આ રમઝટ ચૂકવી ન હોય, લાલાનો જન્મ ચૂકવો ન હોય તો ભૂલતાં નહીં તથા ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ઇન્ટ્રોડક્ટરી ઑફર મિસ ન કરતા.

                         

ગુજરાતી મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર થકી ઘેર બેઠાં તમે કરી શકશો બાળગોપાલના દર્શન.

તમે જ્યાં હશો ત્યાંથી સીધા દ્વારકા પહોંચી શકશો અને એ માટે તમારે કોઇ જોખમ ખેડીને ઘરની બહાર નીકળવાની જરૂર પણ નથી. બસ તમારી પાસે હોવું જોઇએ મિડ-ડે ડિજિટલ ન્યુઝ પેપરનું સબસ્ક્રિપ્શન.

રાહ શેની જુઓ છો, જોડાઓ અમારી સાથે પાર્થિવ ગોહિલ સાથે, દ્વારકાધિશનાં જન્મનો પ્રસંગ, તેમના જ દેવસ્થાન, દેવભૂમિ દ્વારકામાં ઉજવાય ત્યારે કૃષ્ણ જન્મની આરતી માણવાનું ચૂકશો નહીં.

gujarati mid-day janmashtami dwarka