ગણેશચતુર્થી તહેવાર પર કોરોનાનો આતંક, આ મંડળમાં નહીં થાય બાપ્પાનું આગમન

26 May, 2020 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગણેશચતુર્થી તહેવાર પર કોરોનાનો આતંક, આ મંડળમાં નહીં થાય બાપ્પાનું આગમન

જીએસબી સેવા મંડળ

કોરોના વાઈરસના પ્રકોપના લીધે મુંબઈના સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંડળોમાંથી એક GSB સેવા મંડળે આ વર્ષે ગણશોત્સવ ઉજવવાનો નિર્ણય રદ્દ કર્યો છે. આ વર્ષે 22 ઑગસ્ટે લોકો ગણેશચતુર્થીની ઉજવણી કરશે. મહારાષ્ટ્ર સહિત આખું વિશ્વ ગણેશોત્સવ શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી 9 દિવસ સુધી ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ગણેશોત્સમ દરમિયાન ભારી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે, જેનાથી કોરોના વાઈરસના સંક્રમણનો ખતરો વધી શકે છે. એટલે જીએસબી મંડળે એવો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે જીએસબી સેવા મંડળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં 'માઘી ગણપતિ મહોત્સવ'નું આયોજન કરશે. જીએસબી મંડળ ગણેશોત્સવ આયોજિત કરનારા મુંબઈના સૌથી ધનિક મંડળોમાંથી એક છે.

પુરાણો અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે જ ગણપતિ બાપ્પાનો જન્મ થયો હતો. ગણેશોત્સવમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભગવાન ગણેશની મોટી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. નિયમો અનુસાર ગણપતિ બાપ્પાની સ્થાપિત પ્રતિમાની પૂરા 9 દિવસ સુધી પૂજા-અર્ચના કરવામાં આવે છે અને નવમાં દિવસે દરિયામાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

ગણપતિ બાપ્પાના ભક્ત ઘણી આતુરતાથી આ તહેવારની રાહ જોતા હોય છે અને ભક્તોમાં એક અલગ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. એ સિવાય બાપ્પાના પંડાલોમાં જાત-જાતના કાર્યક્રમો કરીને ભક્તિ કરતા જોવા મળે છે. આખા દેશમાં પ્રસિદ્ધ ગણપતિ બાપ્પાના મંદિરોમાં ભક્તો દર્શન માટે લાંબી લાઈનમાં ઊભા રહીને પણ બાપ્પાના દર્શન કરતા હોય છે. આ 9 દિવસ લોકો ઉત્સાહથી આ તહેવારને ઉજવતા જોવા મળે છે.

mumbai news mumbai wadala ganesh chaturthi coronavirus covid19 lockdown