ઍરપોર્ટના ડસ્ટબિનમાંથી મળ્યું સાડાસિત્તેર લાખ રૂપિયાનું સોનું

20 April, 2017 06:11 AM IST  | 

ઍરપોર્ટના ડસ્ટબિનમાંથી મળ્યું સાડાસિત્તેર લાખ રૂપિયાનું સોનું





ઍર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ગઈ કાલે કન્વેયર બેલ્ટ-નંબર પાંચ સામે એક જેન્ટ્સ ટૉઇલેટ નજીકના ડસ્ટબિનમાં લાવારિસ હાલતમાં સોનું મળ્યું હતું. એક પૅકેટમાં ૧૩૦૭ ગ્રામ સોનાની અસોસિએટ જ્વેલરી અને બીજા પૅકેટમાં કુલ ૧૦૪૮ ગ્રામ સોનાની ૯ લગડી મળી આવી હતી. આ સોનાને જપ્ત કરીને અહીંના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં છે જેમાં એક શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો જોવા મળ્યોછે. એ વિશે તપાસ કરવામાં આવી રહી છે અને એ અજાણી વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત ૭૦,૬૫,૫૨૦ રૂપિયા છે.’