સિગ્નલિંગ સિસ્ટમમાં ગરબડને કારણે હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇન પર ઉપનગરીય ટ્રેન-સર્વિસ ખોરવાઈ ગઈ

16 December, 2022 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગભગ સાત વાગ્યે ટેક્નિકલ ખામીને સુધારી શકાઈ હતી

ફાઇલ તસવીર

નવી મુંબઈ રેલવે-સ્ટેશન પર સિગ્નલિંગ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ગઈ કાલે સવારે પીક-અવર્સમાં મધ્ય રેલવે દ્વારા ચલાવાતી મુંબઈની હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇનની ટ્રેન-સર્વિસ ખોરવાઈ હોવાનું જણાવતાં અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ‘જૂઈનગર રેલવે-સ્ટેશન પર સવારે છ વાગ્યે ટ્રૅક બદલવાના પૉઇન્ટ બંધ પડી જતાં સિગ્નલમાં ખામી સર્જાઈ હતી, જેને પરિણામે હાર્બર (પનવેલથી સીએસએમટી) અને ટ્રાન્સ-હાર્બર (પનવેલથી થાણે) રૂટની ટ્રેન-સર્વિસ લગભગ એક કલાક જેટલી વિલંબિત થઈ હતી. આ સમસ્યાને કારણે ઉપનગરીય ટ્રેન-સર્વિસ હાર્બર લાઇન પર સીએસએમટીથી વાશી અને ટ્રાન્સ-હાર્બર રૂટ પર થાણેથી નેરુલ સુધી જ દોડાવાતી હતી. લગભગ સાત વાગ્યે ટેક્નિકલ ખામીને સુધારી શકાઈ હતી.’

mumbai mumbai news mumbai local train harbour line